• Home
  • News
  • ખંડણીખોર વસીમ બિલ્લાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ, ચાર ગોળીઓમાંથી બે આરપાર નીકળી
post

નવસારીમાં વસીમ બિલ્લાની પાંચ કરોડની લેતીદેતીમાં હત્યા થયેલી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 10:02:33

સુરતઃ સુરતના તડીપાર ખંડણીખોર નવસારીમાં ઘણા સમયથી રહેતો હતો તેના પર ગુરૂવારે રાત્રે નવસારીના છાપરા રોડ ખાતે મણિનગર પાસે કારમાં હતો તે દરમિયાન ચાર રાઉન્ડ ફાયરીંગ થતાં મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. અજાણ્યા ચારેક શખ્સોએ તેની કારને અટકાવીને 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આજે બિલ્લાના મૃતદેહનું સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં ચાર ગોળીઓમાંથી બે ગોળી આરપાર નીકળી ગઈ હોવાનું સામે આવ્યું હતું.

બિલ્લાના શરીરમાંથી પાંચ કાણા મળી આવ્યાં

સુરતમાંથી તડીપાર હોય વસીમ બિલ્લા નવસારીમાં રિંગરોડ ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં તેના પિતા સાથે રહેતો હતો. દરમિયાન ગતરોજ થયેલા હુમલામાં બિલ્લાનું મોત થતાં મૃતદેહને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં લાવવામાં આવ્યો હતો તે દરમિયાન 150 લોકોનું ટોળું પીએમ રૂમ બહાર એકઠું થયું હતું. બિલ્લાના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવતાં બે ગોળી શરીરમાંથી મળી હતી. બિલ્લાના ગળામાં એક, છાતીમાં એક અને બન્ને હાથ પર એક એક ગોળી ધરબી દેવામાં આવી હતી. પરંતુ પીએમમાં શરીરમાંથી પાંચ કાણાં મળ્યા હોવાનું સામે આવતાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના વડા ડો. ગોવેકરે જણાવ્યું હતું કે, એક ગોળી દ્વારા શરીરમાં બે કાણાં કરવામાં આવ્યાં હોય શકે છે.

અનેક ફિલ્મ સ્ટારો સાથે ફોટા પડાવવાનો શોખીન હતો
વસીમનું બોડી બિલ્ડીંગમાં સારું નામ હોય તેણે બૉલીવુડ કલાકારો સાથે કામ કર્યું હતું. સુરતમાં ગુનેગારોની સાથે રહી ટપોરી બન્યો હતો. તેના સલમાન ખાન, ટાઇગર શ્રોફ સહિત બૉલીવુડ કલાકારો સાથે ફોટો પણ છે.

અગ્રણી બિલ્ડરને ધમકી આપી હતી
તાજેતરમાં દાઉદી વ્હોરા સમાજના અગ્રણી અને બિલ્ડરને ધમકી પણ આપી હતી. વસીમ બિલ્લાએ ઘણા દુશ્મન ઉભા કરતા કોઈએ ઢીમ ઢાળ્યું હોય તેવી ચર્ચા છે.

 

વરાછામાં જમીન પર કબજો જમાવ્યો હતો
વસીમ બિલ્લા સામે વરાછામાં જમીન પર કબજો કરવાનાે ગુનો ઉપરાંત ખંડણી અને ધમકી આપવા અંગે વોરા સમાજના અગ્રણી બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. અસંખ્ય ગુના કરતા સુરતથી તડીપાર કરાયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post