• Home
  • News
  • ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું હાર્ટએટેકના કારણે મુંબઈ ખાતે અવસાન, તેઓ 59 વર્ષના હતા
post

નેવુના દાયકાની ઓસ્ટ્રેલિયન ટીમમાં વન ડાઉન બેટ્સમેન તરીકે ડીન જોન્સ આધારભૂત ખેલાડી ગણાતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 10:17:55

ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું 59 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. એલન બોર્ડરની કેપ્ટનશીપ હેઠળની અપરાજેય મનાતી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં ડીન જોન્સ આધારભૂત ખેલાડી ગણાતા હતા. હાલમાં ચાલી રહેલી ઈન્ડિયન પ્રિમિયર લિગ (IPL)માં કોમેન્ટ્રી આપી રહેલા જોન્સ મુંબઈની સેવન સ્ટાર હોટેલમાં કોરોના સંબંધિત બાયો સિક્યોર બબલની સુરક્ષામાં હતા. ત્યાં હાર્ટ એટેક આવતાં તેમનું અવસાન થયું છે.

મેલબોર્નમાં જન્મેલા ડીન જોન્સે 52 ટેસ્ટમાં 11 સદી વડે 3631 રન કર્યા હતા. જ્યારે 164 વન-ડે ઈન્ટરનેશનલમાં 7 સદી અને 46 ફિફ્ટીની મદદથી 6068 રન કર્યા હતા. ક્રિકેટના વન-ડે ફોર્મેટના તેઓ શ્રેષ્ઠ ખેલાડી ગણાતા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post