• Home
  • News
  • ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિને જેલ:નિકોલસ સરકોઝીને 3 વર્ષની સજા, જજ પાસેથી ઈલેક્શન કેમ્પેન કેસમાં જાણકારી માગી અને બદલામાં મોટી પોસ્ટની ઓફર કરી હતી
post

સરકોઝી ફ્રાંસના બીજા રાષ્ટ્રપતિ છે જેને ભ્રષ્ટાચારના મામલામાં સજા મળી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-02 10:00:53

ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી અને તેમના બે સહયોગીઓને ભ્રષ્ટાચારના મામલે ત્રણ વર્ષની સજા થઈ છે. સરકોઝી પર જજને લાંચ આપવાનો આરોપ છે. જો કે ત્રણ વર્ષની સજામાંથી બે વર્ષની સજા સસ્પેન્ડ રહેશે. એવામાં તેઓને એક વર્ષ જ જેલમાં કાઢવા પડશે. ગત વર્ષના અંતમાં 10 દિવસ સુધી આ મામલાની સુનાવણી ચાલી હતી. જેના પર ભ્રષ્ટાચાર અને પદના દુરૂપયોગનો આરોપ છે.

સરકોઝીના વકીલ અને તેમના જૂનાં મિત્ર થિએરી હરજોગ અને રિટાયર્ડ મેજિસ્ટ્રેટ ગિલબર્ટ એજિબર્ટે પણ પોતાના પર લાગેલા આરોપને ફગાવ્યા છે. તેઓને પણ ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. સરકોઝી 2012માં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન બ્લેક મનીના ઉપયોગના આરોપમાં 13 અન્ય લોકોની સાથે આ મહિને વધુ એક કેસનો સામનો કરશે.

2007થી 12 વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ હતા
નિકોલસ સરકોઝી 2007થી 12 વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ હતા. 66 વર્ષના સરકોઝી પર આરોપ લગાવ્યો હતો કે તેઓએ 2014માં એક સીનિયર મેજિસ્ટ્રેટથી જાણકારીના બદલામાં લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. સરકોઝી વિરૂદ્ધ ઈલેક્શન કેમ્પેઈનમાં નિયમથી વધુ પૈસા ખર્ચ કરવાનો આરોપ હતો. તેઓએ આ મામલાની સુનાવણી કરી રહેલા જજ પાસેથી કેટલીક જાણકારી માગી હતી અને તેના બદલે તેઓને મોટી પોસ્ટની ઓફર આપી હતી.

બીજા પૂર્વ રાષ્ટ્રપતિને મળી સજા
સરકોઝી ફ્રાંસના બીજા રાષ્ટ્રપતિ છે જેને ભ્રષ્ટાચારના મામલામાં સજા મળી છે. આ પહેલાં 2011માં પૂર્વ રાષ્ટ્રપતિ જાક ચિરકને ભ્રષ્ટાચારના કેસમાં બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જો કે ચિરક જે સમયે પેરિસના મેયર હતા, ત્યારે તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો.

સરકોઝીની પર્સનલ લાઈફ પણ વિવાદિત રહી છે
સરકોઝી પોતાની લાઈફ સ્ટાઈલના કારણે હંમેશાથી ચર્ચામાં રહ્યાં છે. વર્ષ 2007માં સરકોઝી ફ્રાંસના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓએ ત્રણ લગ્ન કર્યા હતા અને તેમના પહેલાં લગ્ન 23 સપ્ટેમ્બર 1982નાં રોજ મેરી ડોમનિક કૂલિયોલી સાથે થયા હતા. 1996માં બંને અલગ થઈ ગયા હતા. જે બાદ સરકોઝીની મુલાકાત એક પૂર્વ મોડલ અને પબ્લિક રિલેશન્સ એક્ઝિક્યૂટિવ રહેલી સેસલિયા સિગ્નાર સાથે થઈ. સેસલિયાએ વર્ષ 1988માં સરકોઝી સાથે લગ્ન કરવા માટે પોતાના પતિને છોડી દિધો હતો.

વર્ષ 1996માં સરકોઝીએ પહેલાં લગ્નથી તલાક પછી સેસલિયા સાથે લગ્ન કરી લીધા. 23 એપ્રિલ 1997નાં રોજ સરકોઝી અને સેસલિયા એક પુત્ર લુઇસના માતા-પિતા બન્યા. નવેમ્બર 2007નાં રોજ જ્યારે સરકોઝી અને કાર્લા બ્રુનીની મુલાકાત થઈ તો તે સમયે પૂર્વ રાષ્ટ્રપતિની ઉંમર 50 વર્ષ જ્યારે કાર્લા બ્રુનીની ઉંમર 39 વર્ષ હતી.

11 વર્ષની ઉંમરમાં મોટા સરકોઝીથી કાર્લા બ્રુનીએ 2 ફેબ્રુઆરી 2008નાં રોજ લગ્ન કર્યા હતા. બ્રુની અને સરકોઝીના લગ્ન સત્તાવાર રાષ્ટ્રપતિ નિવાસ એલેસી પેલેસમાં થયા હતા. બ્રુની ઈટાલિયન મૂળની છે અને મોડલ હોવા ઉપરાંત ફ્રેન્ચ સિંગર અને સોન્ગ રાઈટર પણ રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post