• Home
  • News
  • વડોદરામાં માસ્કની બબાલ:બહેનના દંડની રકમ ભરવા ગયેલા પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડનો આક્ષેપ- નવાપુરા પોલીસ સ્ટેશનના PSIએ લાફો માર્યા
post

પોલોગાર્ડન ખાતે બહેન સાથે ઈવનિંગ વોક કરવા નીકળેલા પૂર્વ સાંસદે દંડની રિસીપ્ટ માગતા મામલો બીચક્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-31 12:04:21

કોરોનાથી બચવા માટે ફરજિયાત માસ્ક પહેરવાના કાયદાનો પોલીસ તંત્ર દ્વારા બેફામ દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે સાંજે નવાપુરા પોલીસ મથકના પીએસઆઇએ માસ્કના દંડ બાબતે લાફા માર્યા હોવાનો આક્ષેપ પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડે કરતાં ચકચાર મચી ગઇ હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના પોલોમેદાન પાસે બઞીખાના ખાતે રહેતા પૂર્વ સાંસદ અને કોગ્રેસ અગ્રણી સત્યજીતસિંહ ગાયકવાડના બહેન સાંજના સમયે પોતાનો ડોગ લઇ ઇવનિંગ વોકમાં નીકળ્યા હતા. માસ્ક વગર નીકળેલા બહેનને નવાપુરા પોલીસ મથકના ડી સ્ટાફે રોક્યા હતા અને દંડ ભરવા માટે જણાવ્યું હતું. પરંતુ તેઓ પાસે પૈસા ન હોવાથી ભાઇ સત્યજીતસિંહને ફોન કરી બોલાવ્યા હતાં. તુરત જ સત્યજીતસિહ દંડની રૂપિયા 1000 રકમ લઈને સ્થળ ઉપર પહોંચી ગયા હતા.

આ ઘટના અંગે પૂર્વ સાંસદે જણાવ્યું હતું કે, સ્થળ ઉપર પહોચી દંડ ભરી રિસીપ્ટ માગી હતી. ત્યારે પોલીસે જણાવ્યું કે, હાલ રિસીપ્ટ નથી. દંડની રકમ આપી દો. આ બાબતે રકઝક થતાં પોલીસ અધિકારી આવી પહોંચ્યા હતા અને ઉધ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું.

પોલીસ અધિકારીને પોતે પૂર્વ સાંસદ હોવાની ઓળખ આપતા રોષે ભરાઇ ગયા હતા. અને લાફા ઝીકી દીધા હતાં. આ ઉપરાંત બીજી કલમો લગાવી ફિટ કરી દેવાની ધમકી આપી હતી. તે બાદ ઘરે ગયા બાદ પોલીસ આવી પહોંચી હતી અને ઘરમાં આવીને પણ ધમકી આપી હોવાનો પૂર્વ સાસદે આક્ષેપ કર્યો હતો. તેઓએ પોલીસ અધિકારીએ લુખ્ખા જેવી ભાષાનો પણ ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

આ બનાવ અંગે પૂર્વ સાંસદે પીએસઆઇ ડી.એસ. પટેલ વિરુદ્ધ કાર્યવાહીની કરી માંગ કરી છે. સાથે તેઓએ કોરોનામા પોલીસની માનસિક સ્થિતિ ખરાબ થઇ ગય છે. તેઓનો ઇલાજ કરાવવા લાગણી વ્યક્ત કરી છે. તે સાથે નવાપુરા પોલીસ મથકના પીએસઆઇ ડી.એસ. પટેલની તાત્કાલિક બદલી કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post