• Home
  • News
  • 4 વાર બ્રિટિશ ઓપનમાં વિજેતા રહી ચૂકેલા પાકિસ્તાનના પૂર્વ સ્ક્વોશ ખેલાડી આઝમ ખાનનું 95 વર્ષની વયે લંડનમાં નિધન
post

આઝમ ખાને 1959થી 1962 દરમિયાન સતત ચાર વાર બ્રિટિશ ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-30 11:57:38

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ સ્ક્વોશ ખેલાડી આઝમ ખાનનું કોરોનાવાઇરસના કારણે શનિવારે લંડનમાં નિધન થયું હતું. તેઓ 95 વર્ષના હતા. તેમના પરિવારે આ અંગે રવિવારે જાણકારી આપી હતી. રમત જગતમાં કોરોનાના લીધે થયેલી આ પ્રથમ મોત છે. આઝમે 1959થી 1962 દરમિયાન સતત 4 વાર બ્રિટિશ ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું હતું. બીજી તરફ, ચીનની મહિલા આઈસ હોકી ટીમની 2 ખેલાડી કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. હાલમાં જ આઈસ હોકી ટીમ અમેરિકાથી પરત ફરી હતી.

દુનિયાભરના 195 દેશોમાં ફેલાઈ ચુકેલા કોવિડ-19નો કહેર અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. આ વાઈરસથી અત્યાર સુધી 33 હજાર 509 લોકોના મોત થયા છે. સાત લાખ કરતા વધારે લોકો સંક્રમિત થઈ ગયા છે. એક લાખ 51 હજારથી વધારે સ્વસ્થ થઈ ગયા છે. યૂરોપમાં ઈટલી અને ફ્રાન્સ સૌથી વધારે પ્રભાવિત છે. રવિવારે ઈટલીમાં 756 અને સ્પેનમાં 821 લોકોના મોત થયા છે.

આઝમે 14 વર્ષના પુત્રની મોત પછી રમવાનું છોડી દીધું હતું
આઝમને દુનિયાના સર્વશ્રેષ્ઠ સ્ક્વોશ ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. આઝમે 1962માં ઇજા અને પોતાના 14 વર્ષના પુત્રની મોતના કારણે રમવાનું છોડી દીધું હતું. 2 વર્ષ પછી ઇજામાંથી સ્વસ્થ થયા પછી તેમણે કહેલું કે, દીકરાના મોતની પીડામાંથી બહાર આવી શક્યા નથી. પેશાવરના નવાકિલેમાં જન્મેલા આઝમ 1956માં યુકે જતા રહ્યા હતા. તેમણે 1962માં પહેલીવાર હાર્ડબોલ ટૂર્નામેન્ટ યુએસ ઓપન પણ જીતી હતી.

મહિલા આઈસ ટીમની બધી ખેલાડીઓ કવોરન્ટીન
ચીન આઈસ હોકી એસોસિયેશને કહ્યું કે, મહિલા ટીમ માર્ચમાં પોલેન્ડમાં થનાર વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીઓ માટે અમેરિકામાં ટ્રેનિંગ કરી રહી હતી. જોકે તે ચેમ્પિયનશિપ કોરોનાના કારણે રદ્દ કરવામાં આવી છે. 13 માર્ચે પરત ફરેલા તમામ ખેલાડીઓનું તાપમાન માપવામાં આવ્યું હતું. ત્યારે કોઈને તાવ નહોતો. તે પછી તેમને 14 દિવસ માટે કવોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post