• Home
  • News
  • ધ્યાનચંદ હૉકી ટૂર્નામેન્ટ રમવા જઈ રહેલા 7 હૉકી ખેલાડીઓની કાર ઝાડ સાથે ટકરાઈ
post

મધ્ય પ્રદેશના હોશંગાબાદની પાસે જ સોમવારની સાવર મોટી દુર્ઘટના બની છે. અહીં એક તીવ્ર ગતિની કાર બેકાબૂ થઈને ઝાડ સાથે ટકરાઈ ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-14 10:49:02

હોશંગાબાદ : મધ્ય પ્રદેશના હોશંગાબાદની પાસે જ સોમવારની સાવર મોટી દુર્ઘટના બની છે. અહીં એક તીવ્ર ગતિની કાર બેકાબૂ થઈને ઝાડ સાથે ટકરાઈ ગઈ. જેમાં ચાર લોકોનાં મોત થયા છે. ચારેય મૃતક હૉકીના રાષ્ટ્રીય સ્તરના ખેલાડી  હતા. જેઓ ધ્યાનચંદ હૉકી ટૂર્નામેન્ટમાં રમવા માટે આવ્યા હતા. કારમાં કુલ 7 હૉકી ખેલાડી સવાર હતા. તે તમામ હોશંગાબાદથી ઈટારસી જઈ રહ્યો હતો. આ દરમિયાન કાર અનિયંત્રિત થઈને ઝાડ સાથે ટકરાઈ ગઈ અને ત્યારબાદ પલટીને રસ્તાની બાજુમાં પડી. દુર્ઘટના એટલી ભીષણ હતી કે ચાર ખેલાડીઓનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.

જાણકારી મુજબ, હોશંગાબાદમાં ધ્યાનચંદ હૉકી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તમામ ખેલાડી પણ તેમાં ભાગ લેવા માટે આવેલા હતા. ટીમોની સંખ્યા વધુ હોવાના કારણે કેટલાક ખેલાડીઓની રોકાવાની વ્યવસ્થા પાસેના ઈટારસીમાં કરવામાં આવી હતી. આ તમામ ખેલાડી પોતાના જ વાહનથી ઈટારસી માટે રવાના થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post