• Home
  • News
  • ડિલિવરીના ચાર મહિના બાદ જ 'સિંઘમ' ફૅમ કાજલ અગ્રવાલ 'ઇન્ડિયન 2' માટે તનતોડ મહેનત કરી રહી છે
post

કાજલ તથા ગૌતમે ઓક્ટોબર 2020માં મુંબઈમાં લગ્ન કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-27 19:08:49

મુંબઈ: સાઉથ-બોલિવૂડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ ચાર મહિના પહેલાં જ દીકરા નીલની માતા બની હતી. હવે કાજલે અપકમિંગ ફિલ્મ માટે ધમાકેદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. કાજલ ફુલ ઑન એક્શન મોડમાં જોવા મળી હતી.

કાજલે ટ્રેનિંગ શરૂ કરી
કાજલે તમિળ ફિલ્મ 'ઇન્ડિયન 2' માટે તૈયારીઓ શરૂ કરી છે. તે માર્શલ આર્ટની ટ્રેનિંગ લઈ રહી છે. કાજલે સો.મીડિયામાં ટ્રેનિંગનો વીડિયો શૅર કર્યો હતો. નોંધનીય છે કે 'ઇન્ડિયન 2'માં લીડ રોલમાં કમલ હાસન છે. આ ઉપરાંત ગુલશન ગ્રોવર, સિદ્ધાર્થ, રકુલ પ્રીત સિંહ જેવા કલાકારો છે. આ ફિલ્મને એસ શંકર ડિરેક્ટ કરશે. આ ફિલ્મની જાહેરાત 2017માં કરવામાં આવી હતી, પરંતુ કોરોનાને કારણે ફિલ્મનું શૂટિંગ થઈ શક્યું નહોતું. 1996માં ફિલ્મનો પહેલા ભાગ રિલીઝ થયો હતો.

વીડિયો શૅર કરીને શું કહ્યું?
કાજલે પોતાનો પાવર પેક્ડ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'કલરીપાયટ્ટુ એક પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ છે. તેનો અર્થ યુદ્ધના મેદાનની કળાઓનો અભ્યાસ એવો થાય છે. આ આર્ટનો જાદુ શાઓલિન, કુંગ ફૂ, કરાટે તથા તાઇક્વાન્ડોની સાથે સાથે વિકસિત થયો. કાજલે પોતાના ટ્રેનરનો આભાર પણ માન્યો હતો.

ચાહકોએ ક્વીન કહી
સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે. ઘણાં યુઝર્સે કમેન્ટ કરી હતી કે ક્વીન ઇઝ બેક. કેટલાકે કહ્યું હતું કે આપણી એક્શન લેડી.

વર્ષની શરૂઆતમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી
ગૌતમ કિચલુએ ન્યૂ યર પર પત્નીની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'તમારી તરફ જોઈ રહ્યો છું, 2022.' આ કેપ્શન સાથે ગૌતમે પ્રેગ્નન્ટ મહિલાની ઇમોજી પણ શૅર કરી હતી.

2020માં લગ્ન કર્યા હતા
કાજલ તથા ગૌતમે ઓક્ટોબર 2020માં મુંબઈમાં લગ્ન કર્યા હતા. કોરોનાને કારણે લગ્નમાં નિકટના સંબંધીઓ તથા મિત્રો સામેલ થયા હતા. નોંધનીય છે કે ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે અને તે ઇન્ટીરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલા ઇ-કોમર્સ પ્લેટફોર્મ 'ડિસર્ન લિવિંગ'નો માલિક છે. કાજલે 'સિંઘમ', 'સ્પેશિયલ 26', 'મગધીરા' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post