• Home
  • News
  • ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી:એક અઠવાડિયા સુધી અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે રહેશે, મોટાભાગના શહેરો કાતિલ ઠંડીની લપેટમાં
post

અમદાવાદમાં 10 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-25 10:57:39

ગાંધીનગર: થોડાક દિવસથી રાજ્યમા ઠંડીનું જોર વધ્યું છે. ગઈકાલે અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી ઠંડી અને ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે.

ગઈકાલના હવામાન વિભાગના આંકડાઓ મુજબ, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.7 ડિગ્રી ગગડીને 23.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 5.5 ડિગ્રી ગગડીને 6.7 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે અમદાવાદમાં 10 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાતા લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આ ઉપરાંત રાજ્યનાં દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં રાજ્યના 16 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાતા રાજ્યમાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે.

8 વર્ષ પછી લાગલગાટ ડિસેમ્બર-જાન્યુઆરી ઠંડાગાર
ગુજરાતમાં 2014 પછી પહેલીવાર એવું બન્યું છે કે સળંગ બે મહિના ઠંડીનું રાજ રહ્યું હોય. અગાઉ 2013ના ડિસેમ્બર અને 2014ના જાન્યુઆરીમાં 62માંથી 30 દિવસ કાતિલ ઠંડી પડી હતી. તે સમયે પણ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું જેનું સરેરાશ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. તે સમયે પણ અમદાવાદનું 2 મહિનાનું સરેરાશ તાપમાન 14-15 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. હવે 8 વર્ષ પછી એવું બન્યું છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીના સળંગ બે મહિના ગુજરાતના મોટાભાગના શહેરો માટે ઠંડાગાર રહ્યા છે.

પવનની ગતિ શૂન્ય થતાં લઘુતમ તાપમાન ડ્યુ પોઇન્ટ પર પહોંચ્યું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઉત્તરના ઠંડા પવનો ફૂંકાયા હતા, તેમજ સામાન્ય દિવસોમાં રાત્રિ દરમિયાન 3થી 7 કિલોમીટરની ગતિના પવનો ચાલુ રહેતા હોય છે. તેને બદલે રવિવારે રાત્રે 11.30 પછી પવનની ગતિ શૂન્ય પર (ડ્યુ પોઇન્ટ) પર પહોંચી જઈ હતી. ડ્યુ પોઇન્ટ એટલે કે, ઠંડી હવાનો સૌથી નીચા પોઇન્ટ સુધી ડીપ કરી જાય છે. પવનની ગતિ ડ્યુ પોઇન્ટ પર જવાની સાથે આકાશ સ્વચ્છ હોવાથી ઠંડા પવનો સીધા જમીન પર આવતાં જમીન ઠંડી થતાં અચાનક ઠંડીમાં વધારો થયો છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે તેમજ 26 કે 27 જાન્યુઆરીએ ફરીથી 6 કે 7 ડિગ્રી તાપમાન ગગડવાની શક્યતા છે.

adv

Related News

post
post
post
post
post
post
post