• Home
  • News
  • 'ચેન્નઇ એક્સપ્રેસ'થી લઈ 'બાજીરાવ મસ્તાની' સુધી, કેટને આ ફિલ્મ ઠુકરાવવા બદલ આજે પણ પેટ ભરીને પસ્તાવો થતો હશે!
post

કેટરીનાએ બોલિવૂડની હિટ ફિલ્મ ઠુકરાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-14 11:32:39

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફને ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન એક્ટ્રેસે 'નમસ્તે લંડન', 'અજબ પ્રેમ કી ગજબ કહાની', 'જિંદગી ના મિલેગી દોબારા', 'ટાઇગર', 'બેંગ બેંગ', 'ભારત' જેવી હિટ ફિલ્મમાં કામ કર્યું છે. જોકે, એક્ટ્રેસે અનેક પ્રોજેક્ટ્સ રિજેક્ટ પણ કર્યા હતા, જેમાંથી કેટલીક ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. આજે આપણે કેટના રિજેક્ટ કરેલા પ્રોજેક્ટ અંગે વાત કરીશું.

ચેન્નઇ એક્સપ્રેસ

રિપોર્ટ્સ પ્રમાણે, ડિરેક્ટર રોહિત શેટ્ટીએ ફિલ્મ 'ચેન્નઇ એક્સપ્રેસ'માં મીનમ્માનો રોલ સૌ પહેલા કેટને ઑફર કર્યો હતો. જોકે, એક્ટ્રેસે ના પાડી હતી. કેટરીનાએ ના પાડતા ફિલ્મમાં દીપિકા પાદુકોણને લેવામાં આવી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

યે જવાની હૈ દીવાની

2013માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'યે જવાની હૈ દિવાની'માં નૈનાનો રોલ કેટરિનાને ઑફર કરવામાં આવી હતી. જોકે, તેણે ના પાડતા આ ફિલ્મમાં દીપિકાએ કામ કર્યું હતું.

ગોલિયો કી રાસલીલાઃ રામલીલા

દીપિકાની આ ફિલ્મની ઑફર સંજય લીલા ભણસાલીએ કેટરીનાને કરી હતી. જોકે, કેટે તમામની આશ્ચર્યની વચ્ચે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

બાજીરાવ મસ્તાની

મસ્તાનીનો રોલ માટે કેટરીના પહેલી પસંદ હતી. જોકે, આ ફિલ્મ દીપિકાને મળી હતી.

બર્ફી

ઇલિના ડિક્રૂઝનો રોલ કેટરીનાને ઑફર કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં કેટરીનાએ પ્રિયંકા સાથે કામ કરવાનું હતું. કેટરીના બે હિરોઈનવાળી ફિલ્મમાં કામ કરવા અંગે અવઢવમાં હતી અને તેણે ના પાડી દીધી હતી.

હાફ ગર્લફ્રેન્ડ

મોહિત સૂરીએ આ ફિલ્મ માટે પહેલાં કેટરીનાનો સંપર્ક કર્યો હતો. કેટરીનાએ એમ કહીને ના પાડી કે તે ફિલ્મમાં અર્જુન કરતાં મોટી દેખાશે. અંતે શ્રદ્ધા કપૂરને લેવામાં આવી હતી.

ગુંડે

ડેટ ઇશ્યૂને કારણે કેટરીનાએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post