• Home
  • News
  • જુલાઇમાં ઇંધણની માંગમાં 5.7 ટકાનો ઘટાડો
post

જુલાઇમાં ગેસોલિન એટલે કે પેટ્રોલનું વેચાણ વાર્ષિક તુલનાએ 6.8 ટકા વધીને 28.1 કરોડ ટન થયુ

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-09 17:06:59

મુંબઇભારતમા જુલાઇ મહિના દરમિયાન પેટોલ-ડીઝલ સહિત ઇંધણની કુલ માંગ 176.2 લાખ ટન નોંધાઇ છે જે વાર્ષિક તુલનાએ 6.1 ટકા વધારે છે પરંતુ જૂનના 186.8 લાખ ટનની સરખામણીએ 5.7 ટકા ઓછી છે.ઓઇલ મંત્રાલય હસ્તક હેઠળના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી) દ્વારા ઇંધણની વપરાશના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જો કે જૂન મહિનાની તુલનાએ જુલાઇમાં ઇંધણની માંગ નરમ છે કારણ કે ઊંચી કિંમતો માંગને પ્રભાવિત કરી રહી છે. ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે ખાબકતા ક્રૂડ ઓઇલની પડતર મોંઘી થઇ રહી છે જેની સીધી અસર સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલ, કુદરતી ગેસ સહિતના ઇંધણોની કિંમત સતત વધી રહી છે. 

જુલાઇમાં ગેસોલિન એટલે કે પેટ્રોલનું વેચાણ વાર્ષિક તુલનાએ 6.8 ટકા વધીને 28.1 કરોડ ટન થયુ છે. જો કે જૂનની સરખામણીએ વેચાણ ઘટ્યુ છે કારણ કે ચોમાસાની સીઝનમાં ટ્રાન્સપોર્ટેશન અને બાંધકામની કામગીરી મંદ પડી જતા પેટ્રોલનો વપરાશ ઘટી જાય છે. તો રાંધણ ગેસ એટલે કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસનું વેચાણ 1.7% વધીને 24.1 કરોડ ટન અને નેપ્થાનું વેચાણ 6.2% ઘટીને 11.4 કરોડ ટન નોંધાયુ છે. તેવી જ રીતે રોડ બનાવવામાં વપરાતા ડામરનું વેચાણ 1.4 ટકા વધ્યુ છે. અલબત્ત અર્થતંત્રમાં મજબૂત રિકવરીથી ભારતની ઇંધણની માંગનો અંદાજ સુધરી રહ્યો છે અને સર્વિસ સેક્ટર સતત આગેકૂચ કરવા માટે તૈયાર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post