• Home
  • News
  • 10માં દિવસે પણ ઈંધણના ભાવ વધ્યા:રાજસ્થાન પછી હવે મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર, અનૂપપુરના કોતમામાં ભાવ 100.40 રૂપિયા પ્રતિ લિટર
post

દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડિલર કમિશન અને બાકી ઘણી વસ્તુઓ જોડ્યા પછી તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-18 12:15:43

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે 10માં દિવસે પણ ઓઈલ કંપનીઓએ ભાવ વધારી દીધો છે. જેનું પરિણામ છે કે હવે રાજસ્થાન પછી મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરની પાર નીકળી ગયો છે. આજે મધ્યપ્રદેશના અનૂપપુરમાં પેટ્રોલ 100.40 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ગઈકાલે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલના ભાવ 99.90 રૂપિયા હતા.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ હવે 90 રૂપિયા લિટરની નજીક પહોંચી ગયા છે. જે 89.88 રૂપિયા પર છે. ડીઝલ અહીંયા 80 રૂપિયા 27 પૈસા લિટર છે. મુંબઈમાં પેટ્રોલ 96.32 રૂપિયા અને ડીઝલ 87.36 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.આજે પેટ્રોલમાં 35 અને ડીઝલમાં 32 પૈસાનો વધારો થયો છે.

દેશમાં મુખ્ય શહેરોમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેર

પેટ્રોલ(રૂપિયા/લિટર)

ડીઝલ(રૂપિયા/લિટર)

મુંબઈ

96.32

87.36

દિલ્હી

89.88

80.27

શ્રીગંગાનગર

100.42

92.41

પરભણી

98.43

88.02

અનૂપપુર

100.40

90.81

જયપુર

96.35

88.67

ભોપાલ

97.86

88.47

આ વર્ષે 22 વખતમાં પેટ્રોલ 5.83 રૂપિયા અને ડીઝલ 6.18 રૂપિયા મોંઘુ થયું
આ મહિને છેલ્લા 14 દિવસોમાં 12મી વખત પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું છે. આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલ 3.58 રૂપિયા અને ડીઝલ 3.79 રૂપિયા મોંઘુ થયું છે. આ પહેલા જાન્યુઆરીમાં ભાવ 10 વખત વધ્યા હતા. આ દરમિયાન પેટ્રોલ 2.59 રૂપિયા અને ડીઝલ 2.61 રૂપિયા મોંઘુ થયું હતું. આ વર્ષે અત્યાર સુધી 22 વખતમાં પેટ્રોલ 6.17 રૂપિયા અને ડીઝલ 6.50 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે.

બ્રેન્ટ ક્રુડના ભાવ વધીને 64 ડોલર પર પહોંચ્યા
ગઈકાલ લંડન એક્સચેન્જમાં બ્રેન્ટ ક્રુડનો ભાવ 64 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે. જેની અસર આજે દેશમાં જોવા મળી. આજે દિલ્હીમાં પેટ્રોલ 32 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ છે.ડીઝલ પણ 32 પૈસા મોંઘુ થયું છે. મુંબઈમાં પેટ્રોલ રૂપિયા 96.32 રૂપિયા થઈ ગયા છે. જ્યારે કોલકાતામાં 91.11, ચેન્નાઈમાં 91.98 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. ભારત અને ચીન સહિત એશિયન દેશમાં કાચા તેલની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનાથી આવતીકાલે કાચા તેલના આંતરરાષ્ટ્રીયમાં તેજી જોવા મળી.

આ મહિનામાં 12 વખત ભાવ વધ્યાં
ફેબ્રુઆરીમાં અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 12 વખત વધારો થયો છે. આ પહેલા જાન્યુઆરીમાં ભાવ 10 વખત વધ્યા હતા. વર્ષ 2021માં અત્યાર સુધી તેલના ભાવ 22 દિવસ વધારવામાં આવ્યા છે. વર્ષ પહેલા 18 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 71.89 રૂપિયા પ્રતિ લિટર હતો, એટલે કે વર્ષ દરમિયાન પેટ્રોલ 17.99 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ચૂક્યું છે. ડીઝલ પણ વર્ષ દરમિયાન 15.62 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે.

પેટ્રોલ ડીઝલના ભાવ કેમ વધી રહ્યાં છે
ઓક્ટોબરથી માંડી અત્યાર સુધી કાચા તેલનો ભાવ 50 ટકા વધીને 63.3 ડોલરને પાર જતો રહ્યો છે. આ વર્ષે પણ અત્યાર સુધી કાચું તેલ 21 ટકા સુધી મોંઘુ થઈ ગયું છે. મોંઘવારીનું એક કારણ એ છે કે દુનિયાભરમાં આર્થિક પ્રવૃત્તિઓ ખુલી ગઈ છે અને તેનાથી ઓઈલનો ભાવ વધી ગયો છે. જો કે, સરકારનું આ તર્ક યોગ્ય નથી. ગત વર્ષે જાન્યુઆરીમાં કાચા તેલના ભાવ આજથી ઓછા ન હતા, તેમ છતા તેના લોકોને પેટ્રોલ ડીઝલ મોંઘુ મળી રહ્યું હતું.

રાજ્ય અને કેન્દ્ર બન્ને સરકારો કમાણી કરી રહી છે
જેના ઠીક ઊંધું જોવો તો પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી એક વર્ષ પહેલા 19.98 રૂપિયા હતી. આ હવે વધીને 32.90 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 15.83થી વધીને 31.80 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર કમાણી કરી રહી છે તો રાજ્ય સરકારોએ પણ તેમના ટેક્સ વધારી દીધા છે. તેમણે વેઈટ વધાર્યો છે. આ રીતે કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકાર મળીને ઓઈલના ભાવ વધી રહ્યા છે.

દરરોજ સવારે 6 વાગ્યે ભાવ બદલાય છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને બાકીની અમુક વસ્તુઓને જોડ્યા પછી તેના ભાવ લગભગ બમણો થઈ જાય છે.

adv

Related News

post
post
post
post
post
post
post