• Home
  • News
  • મેટ્રો અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર હજી પ્રતિબંધ, ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને ટ્રેન સર્વિસમાં વધારો થશે
post

22 માર્ચથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, 25મેથી ડોમેસ્ટિ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 11:45:28

અનલોક -2 માટેની ગાઇડલાઈન સોમવારે રાત્રે દેશમાં રજૂ કરવામાં આવી હતી. આ કોરોના ચેપને ધ્યાનમાં રાખીને 31 જુલાઈ સુધી લાગુ રહેશે. અનલોકના બીજા તબક્કામાં માર્ચના છેલ્લા અઠવાડિયાંથી બંધ રહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો નથી. જો કે, એ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને ઉડાનની મંજૂરી આપવામાં આવશે, જેને ગૃહ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત દેશભરમાં મેટ્રો સેવાઓ પણ બંધ રહેશે. તેમજ, ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને ટ્રેન સેવામાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે.

દેશમાં કોરોના ચેપને અટકાવવા માટે સરકારે 22 માર્ચથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ રોકી દેવામાં આવી હતી, જો કે, તે 25 મેથી શરૂ કરવામાં આવી છે. આ માટે 21મેના રોજ વિગતવાર ગાઇડલાઇન્સ પણ બહાર પાડવામાં આવી હતી.

12 ઓગસ્ટ સુધી રેગ્યુલર ટ્રેન નહીં ચાલે, 230 સ્પેશિયલ ટ્રેનો ચાલુ રહેશે

બીજીબાજુ, રેલવેની નિયમિત ટ્રેન સર્વિસ 12 ઓગસ્ટ સુધી શરૂ નહીં થઈ શકે. આ પહેલા પણ 30 જૂન સુધી રેગ્યુલર ટ્રેન સેવા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, 230 મેલ અને સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે અને તે ચાલુ રહેશે. 12 ઓગસ્ટ સુધી રદ થયેલી ટ્રેનોમાં ટિકિટ બુક કરનારા મુસાફરોને 100% રિફંડ આપવામાં આવી રહ્યું છે.

વંદે ભારત મિશનના ત્રીજા ફેઝમાં 1.82 લાખ કરતા પણ વધુ ભારતીયો પરત ફર્યા

સરકાર ફસાયેલા ભારતીયોને વિદેશમાં પરત લાવી રહી છે. આ માટે, મિશનનો ચોથો ફેઝ 3 જુલાઈથી 15 જુલાઇ સુધી ચાલશે. 11 જૂનથી શરૂ થયેલા ત્રીજા ફેઝમાં 24 જૂન સુધી 1 લાખ 82 હજાર 313 મુસાફરોને પરત લાવવામાં આવ્યા છે. આ માટે 1441 ફ્લાઇટ્સ ચલાવવામાં આવી હતી.

આશરે 20 જેટલા એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ

દેશના 20 જેટલા એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મળે છે. આ એરપોર્ટ્સથી 55 દેશોના 80 શહેરો સુધી પહોંચી શકાય છે. વિશ્વના ઘણા દેશો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. આવી સ્થિતિમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ ચાલુ રાખવો જરૂરી છે. સ્ટેટિસ્ટાના જણાવ્યા અનુસાર, વર્ષ 2019માં ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં લગભગ 7 કરોડ લોકોએ મુસાફરી કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post