નીતિન ગડકરીના પ્રેરણાસ્ત્રોત છત્રપતિ શિવાજી મહારાજ છે
Written By newsonline | Ahmedabad | Published: 2024-03-05 18:40:56
લોકસભા ચૂંટણી માટે ભાજપે 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનું નામ ન હોવાથી શિવસેના (ઉદ્ધવ)એ પ્રશ્નો કર્યા છે. મંગળવારે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં લખ્યું 'નીતિન ગડકરી ભાજપમાં એકમાત્ર એવા નેતા છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દાદાગીરી સામે ઝુકતા નથી.'
'નીતિન ગડકરીનું શું થશે?'
શિવસેનાના મુખપત્ર સામનામાં 'ગડકરીનું શું થશે?' શીર્ષક સાથે એક લેખ પ્રકાશિત થયો હતો, જેમાં લખ્યું છે કે, 'ભાજપે 195 લોકસભા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નામ આ યાદીમાં નથી અને તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. નીતિન ગડકરી સ્પષ્ટ વક્તા છે, સોમવારે તેમણે કહ્યું હતું કે દેશના ખેડૂતો અને મજૂરો નાખુશ છે. તેઓ કોઈની સામે ઝુકતા નથી.'