ટ્રકે ઊભેલી બસને ટક્કર મારી, બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી
આણંદ: વહેલી સવારે
આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી
લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા
છે. જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે. હજુ પણ મૃત્યુંઆક વધવાની સંભાવના છે. બસનું ટાયર
ફાટતાં સાઈડમાં ઊભી હતી. ત્યારે ડ્રાઈવર, ક્લિનર તેમજ
કેટલાક મુસાફરો પણ બસમાંથી ઉતરી ડિવાઈડર પર બેસ્યા હતા. તે સમય અચાનક પુરપાટ ઝડપે
આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારી અને બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી
હતી. આ ઘટનામાં 6 લોકો કચડાઈ જતા તેમના મોત થયા છે. જ્યારે અન્ય 8 લોકોને ઈજા
પહોંચી છે. અકસ્માતની જાણ થતાં બનાવ સ્થળે સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ
તેમજ 108ની ટીમ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા હતા. ઈજાગ્રસ્તોને આણંદની જનરલ હોસ્પિટલ તેમજ કરમસદ મેડિકલ હોસ્પિટલ અને
વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, આ લક્ઝરી બસ
મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહી હતી.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજ્યો
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.
ત્યારે આજે આણંદ નજીક એક જોરદાર અકસ્માત થયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે
આજે મોતની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો. વહેલી સવારે ટ્રક સાઈડમાં ઊભેલી બસ સાથે
અથડાઈ હતી. જેથી બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી. બસ નીચે કચડાઈ જવાથી 6 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.