તુષાર ગાંધીએ ગઇકાલે ટ્વીટ કર્યું હતું કે, સાવરકરે માત્ર બ્રિટશરોને જ મદદ નહોતી કરી, પણ બાપુની હત્યા કરવા માટે ગન શોધવા માટે પણ સાવરકરે ગોડસેને મદદ કરી કરી હતી.
મહાત્મા ગાંધીના
પ્રપૌત્ર તુષાર ગાંધી વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, જો આ સરકાર મહાત્મા
ગાંધીના ફોટોને નોટો પરથી દૂર કરી દે, તો હું સરકારનું સમર્થન
કરીશ.
ઇતિહાસ બદલવાની કોશિષ
થઇ રહી છે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ દિવ્યભાસ્કરની વાતમાં
જણાવ્યું હતું કે, જ્યારે ભાજપની સરકાર સત્તામાં આવી છે, ત્યારે ઇતિહાસ બદલવાની
એમની મુહિમ છે, તે બહુ જ જોરશોરથી ચલાવી છે. સરકાર અને તેના પક્ષોના તંત્રો એકત્રિત થઇને જે
ઇતિહાસ એમને ગમતો નથી, ખટકે છે તે બદલવાની એ કોશિષ કરે. જે વિચારધારાએ બાપુની હત્યા કરાવી એ
વિચારધારા બાપુનું મહિમામંડન ન કરે એ બહુ સ્વાભાવિક છે. એટલે ગાંધીને એમને ગમતા
સ્વરૂપમાં પ્રસ્તુત કરવાની કોશિષ હોય કે, સાબરમતી આશ્રમ બદલવાની
કોશિષ હોય. આ બધી એક એમનું કાવતરું છે, તેની જુદી-જુદી મુહિમો
છે.
બાપુ એક વિચારધારા છે
ભારતની ચલણી નોટો પરથી ગાંધીજીનો ફોટો ભવિષ્યમાં હટી હશે એવું તમને લાગે છે? તેવા સવાલના જવાબમાં
ગાધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું કે, જો આ સરકાર નોટો પરથી
બાપુની છબી કાઢી નાખશે તો હું આ સરકારનો ઋણી રહીશ. કારણ કે એ નોટો પર જે બાપુ છે એ
મોહનદાસ કરમચંદ ગાંધી નથી. એ એક ચિત્ર છે જેમાં કોઇ આત્મા નથી, કોઇ નિષ્ઠા નથી. જેમાં
કોઇ એક વિચારધારા નથી. બાપુ એક વિચારધારા છે. એ વિચારધારા જળવાઇ રહેવી જોઇએ. એ
તસવીરની આપણને જરૂર નથી. જો નોટો પરથી આ સરકાર બાપુની તસવીર હટાવી દેશે તો પહેલી
અને છેલ્લીવાર હું તેમનું સમર્થન કરીશ અને એમની સાથે ઉભો રહીશ.
સાવરકરે ગોડસેની મદદ
કરી હતી
તુષાર ગાંધીએ ગઇકાલે ટ્વીટ કર્યું હતું કે, સાવરકરે માત્ર
બ્રિટશરોને જ મદદ નહોતી કરી, પણ બાપુની હત્યા કરવા માટે ગન શોધવા માટે પણ સાવરકરે
ગોડસેને મદદ કરી કરી હતી.
સાવરકરના પરિવાજનોએ
કોર્ટમાં જવું હોય તો ભલે જાય
બ્રિટિશરો અને ગોડસેને મદદ કરવા અંગે કરેલા ટ્વીટ પર સાવરકરના પરિવારજનો
દ્વારા કોર્ટ કાર્યવાહી કરવાની ચીમકી અંગે પ્રતિક્રિયા આપતા તુષાર ગાંધીએ કહ્યું
કે, મેં કપૂર કમિશનના રિપોર્ટ અનુસાર બધું કહ્યું છે. સાવરકરના પરિવારજન કોર્ટમાં
જવું હોય તો ભલે જાય. મને કોર્ટમાં કપૂર કમિશનના રિપોર્ટ રજૂ કરવાનો મોકો મળશે.
રિપોર્ટમાં પણ જણાવાયું છે કે, નથુરામ ગોડસે પાસે બાપુની હત્યા કરવા સાધન ન હતું અને કેવી
રીતે હત્યાના બે દિવસ પહેલા તે સમયનું આધુનિક હથિયાર મેળવ્યું.
બાપુની હત્યાનો કેસ
રિઓપન કરવાની કોઇ જરૂર નથી
મહાત્મા ગાંધીની હત્યાના કેસ અંગે તેમણે કહ્યું કે, આ કેસ રિઓપન કરવાની કોઇ
જરૂર નથી. આ કેસ બહુ સારી રીતે ચલાવવમાં આવ્યો હતો. હવે ન તો એ ઇન્વેસ્ટિગેશન સારી
રીતે થઇ શકે, ન તો કેસ ચલાવી શકાય. કારણ કે હવે એ આરોપીઓ પણ જીવતા નથી. એ કેસની તપાસ કરનારા
અધિકારીઓ પણ રહ્યા નથી. એટલે હવે ફરી ઇન્વેસ્ટિગેશન કરવાની કોઇ જરૂર નથી. ટ્વિટ
કરવાનો મારો ઉદ્દેશ્ય એ નથી કરી આ કેસ રીઓપન થાય. પરંતુ, તેનો ઉદ્દેશ્ય એટલો જ
છે કે, જે તથ્ય બહાર આવ્યા છે તે યાદ તો કરો. તમે જાણો તો ખરા. તમે તેને ભુલાવી દો
અને ફક્ત વોટ્સએપ યુનિવર્સિટીને જ માનીને બેસી રહો તો ઇતિહાસ એ રીતે આપણે સંભાળી ન
શકીએ.