• Home
  • News
  • ગુજરાતનો એક કિ.મી. એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં પોટલી મળતી ન હોય : શંકરસિંહ વાઘેલા
post

રાજસ્થાનાનાં સીએમ અશોક ગહલોતનાં દારૂબંધીનાં નિવેદન બાદ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, ' 'એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કૉંગ્રેસ હારી ગયા પછી કોંગ્રેસને કળ વળી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-08 14:46:07

 ગુજરાતમાં દારૂબંધી  પર રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે ગઇકાલે કહ્યુ હતું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. દારૂબંધીનો એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો જેથી પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાત માં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત) સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. જે બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ત્યારે રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ એનસીપીનાં નેતા શંકરસિંહ વાઘેલાએ પણ આ મુદ્દામાં ઝંપલાવ્યું છે. તેમણે કહ્યું છે કે સરકારને દારૂબંધી પર ફરી વિચારણા કરવી જોઇએ.

બાપુએ આગળ જણાવતા કહ્યું કે, 'અશોક ગહલોતે શાબ્દિક રીતે કંઇ કહ્યું હશે પરંતુ રાજ્યનો એક એવો એક કિલોમીટર પણ એવો નહીં હોય કે ત્યાં દારૂની પોટલીઓ નહીં મળતી હોય. હું ગાંધીનગરમાં રહું છું. જો રાજ્યપાલ અને મુખ્યમંત્રીનાં બંગલાની પાછળ દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય તો દારૂબંધી કેવી. શરમ છે સરકારને અને દારૂબંધીને. આની પર ફરીથી વિચાર કરવો જોઇએ. આ દારૂબંધી રાખો કે દારૂબંધી કાઢો.આ બધી ડ્રામાબાજીમાં આપણી જાતને છેતરવાની વૃત્તિ છે. '

રાજસ્થાનાનાં સીએમ અશોક ગહલોતનાં દારૂબંધીનાં નિવેદન બાદ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, ' 'એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કૉંગ્રેસ હારી ગયા પછી કોંગ્રેસને કળ વળી નથી. બધા કૉંગ્રેસીઓનાં જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયા હોય તેમ લાગે છે. ગેહલોતજીએ, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું કહીને સડા છો કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી. ગુજરાત કોંગ્રેસે જવાબ આપવો જોઇએ. અશોક ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે. ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ દારૂબંધીનાં સમર્થનમાં છે કે તેઓ દારૂ પીવાનું સમર્થન કરે છે તે જણાવે.'

adv

Related News

post
post
post
post
post
post
post