• Home
  • News
  • કોહલી આઈસીસી ટૂર્નામેન્ટ જીતવા પર ધ્યાન કેન્દ્રીત કરે, મારા સમયની તુલનામાં વર્તમાન ટીમ ઘણી મજબૂત- ગાંગુલી
post

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના અધ્યક્ષ પદ માટે પસંદગી પામેલા સૌરવ ગાંગુલીનું માનવું છે કે ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટે આઈસીસી ટુર્નામેન્ટ જીતવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-16 15:53:51

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના અધ્યક્ષ પદ માટે પસંદગી પામેલા સૌરવ ગાંગુલીનું માનવું છે કે ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટે આઈસીસી ટુર્નામેન્ટ જીતવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તેઓ આ અંગે કેપ્ટન વિરાટ કોહલી સાથે વાત કરવા પણ ઈચ્છશે. ગાંગુલીએ જણાવ્યું હતું કે હું ઈચ્છું છું કે કોહલી આ અંગે ગંભીરતાથી વિચાર કરે. મારું માનવું છે કે ટીમ દરેક ટૂર્નામેન્ટ જીતી શકતી નથી, પરંતુ ટીમે સતત અનેક ટૂર્નામેન્ટમાં હારનો સામનો પણ કરેલો છે. ભારતીય ટીમના ભૂતપુર્વ કેપ્ટને જણાવ્યું હતું કે વર્તમાન ટીમ મારા સમયની ટીમની તુલનામાં ઘણી મજબૂત છે. આ ટીમમાં પ્રતિભાની કોઈ જ ઉણપ નથી. બસ, આ ટીમને માનસિક રીતે તૈયાર કરવાની જરૂર છે. આપણે વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચ્યા હતા, પરંતુ ચેમ્પિયન બની શક્યા ન હતા. વિરાટે આ દિશામાં વાત કરવાની રહેશે અને આ કામ બોર્ડરુમમાં થઈ શકે તેમ નથી. હું જાણું છું કે કોહલી ચેમ્પિયન ખેલાડી છે. તે ઘણીબધી બાબતોને ચોક્કસ બદલશે.

ભારતીય ટીમે છેલ્લે ICC ટૂર્નામેન્ટમાં વર્ષ 2013 માં જીત મેળવી હતી. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે યજમાન ઈગ્લેન્ડને ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં હરાવ્યું હતું. ત્યારબાદ ટીમે વર્ષ 2015 અને 2019ના વર્લ્ડ કપ, 2014 અને 2016 ટી-20 વર્લ્ડ કપ, 2017 ચેમ્પિયન ટ્રોફીમાં જીત મેળવી ન હતી.

ચેમ્પિયન ટ્રોફીની જગ્યાએ વર્ષ 2020 અને વર્ષ 2021 માં યોજાનાર સતત બે ટી-20 વર્લ્ડ કપ અંગે પૂછતા ગાંગુલીએ કહ્યું હતું કે સમય બદલાઈ ગયો છે. આપણે આ બાબતનો સ્વીકાર કરવાનો રહેશે. જ્યારે ચેમ્પિયન ટ્રોફીની શરૂઆત થઈ હતી ત્યારે હું કેપ્ટન હતો. ટી-20 ફોર્મેટ આવ્યું ત્યારબાદ અગાઉની તુલનામાં વધારે સંખ્યામાં લોકો સ્ટેડિયમ પર આવી રહ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post