• Home
  • News
  • કોઈમ્બતુર-ત્રિપુરમાં ગાર્મેન્ટ ઉદ્યોગને અસર:તમિલનાડુઃ બે લાખ મજૂર પાછા નહીં આવતા ઉત્પાદન 20%થી વધુ ઘટી ગયું
post

ઉત્તર ભારતીય મજૂરોને ફોન કરીને સુરક્ષાનું આશ્વાસન પણ અપાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-28 19:41:42

ચેન્નઈ: તમિલનાડુમાં અન્ય રાજ્યોમાંથી આવેલા મજૂરો હવે પાછા આવે તેની રાહ જોવાઈ રહી છે. દર વર્ષે હોળીની ઉજવણી કરવા પોતપોતાનાં રાજ્યોમાં જતા ઉત્તર ભારતના મજૂરોમાંથી આવા આશરે બે લાખ પ્રવાસી મજૂર પાછા જ નથી આવતા. તેના કરણે રાજ્યના ગાર્મેન્ટ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રના યુનિટોના હબ ગણાતા કોઈમ્બતુર અને ત્રિપુરમાં હોળી પછી અત્યાર સુધીના પંદરેક દિવસમાં જ ઉત્પાદન આશરે 20% ઘટી ગયું છે. કોઈમ્બતુર અને ત્રિપુરના લઘુ, નાના અને મધ્યમ કદની આશરે 50 હજાર નાની-મોટી ફેક્ટરીમાં ઉત્પાદન પર અસર પડી છે. તેની ચેન્નઈના 8 હોટલ ઉદ્યોગ પર પણ અસર પડી છે.

અહીં ઉત્તર ભારતના મજૂરો પર હુમલાના કેટલાક ફેક વીડિયો સામે આવ્યા હતા. ત્યાર પછી અફવાઓના કારણે આ મજૂરો પાછા આવતા ડરી રહ્યા છે. ફેક્ટરીમાલિકોનું કહેવું છે કે આ સ્થિતિમાં ઉત્પાદન ચાલુ રાખવું મુશ્કેલ છે. અમારી માંગ છે કે પ્રવાસી મજૂરો માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાય. કોઈમ્બતુર ઈન્ડસ્ટ્રિયલ ફેડરેશનના કો-ઓર્ડિનેટર જેમ્સ એમ.એ ભાસ્કરને જણાવ્યું કે હાલ ફેક્ટરીમાલિકો ઉત્પાદન સરભર કરવા તેમની પાસે જે કોઈ મજૂરો છે તેમની પાસે ઓવરટાઈમ કરાવી રહ્યા છે. પ્રવાસી મજૂરો વિના તો ઉત્પાદનની કલ્પના પણ ના થઈ શકે.

તમિલનાડુમાં આશરે દસ વર્ષ પહેલાં એજન્ટો મારફતે બાંધકામ માટે પ્રવાસી મજૂરો લવાતા. હવે આ મજૂરો પર ગાર્મેન્ટ-હોટલ ઉદ્યોગ સહિત બિન-સંગઠિત ક્ષેત્રો પણ નિર્ભર છે. - વી. મરિયાપ્પન, અર્થશાસ્ત્રી, પ્રવાસી મજૂરોના વિષયના સંશોધક

ઉત્તર ભારતીય મજૂરોને ફોન કરીને સુરક્ષાનું આશ્વાસન પણ અપાય છે
ત્રિપુર એક્સપોર્ટ એસોસિયેશનના અધ્યક્ષ કે.એમ. સુબ્રમણ્યમે કહ્યું કે તહેવારો પછી પ્રવાસી મજૂરો પાછા નહીં આવવાથી ગારમેન્ટ ઉદ્યોગને જ સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. તમિલનાડુમાં ગાર્મેન્ટ ફેક્ટરીઓમાં 60% મજૂરો બહારના છે. અનેક ફેક્ટરીની એચઆર ટીમ પ્રવાસી મજૂરો અને તેમના પરિવારજનોને ફોન કરીને સુરક્ષાનું આશ્વાસન પણ આપી રહી છે. અનેક પ્રવાસી મજૂરોએ એક-બે સપ્તાહમાં પાછા ફરવાની વાત કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post