• Home
  • News
  • ગેહલોત કેમ્પે CM માટે 5 નામ સોનિયા ગાંધીને મોકલ્યા, પાયલટનો વિરોધ યથાવત
post

રાજસ્થાનમાં ગેહલોત-પાયલટ વચ્ચે તકરાર જારી છે. ગેહલોત કોઈપણ સ્થિતિમાં સચિન પાયલટને મુખ્યમંત્રીની ખુરશી સોંપવાના મૂડમાં નથી. ચર્ચા છે કે ગેહલોત કેમ્પે પાયલટને છોડી 5 નામ પાર્ટી હાઈકમાન્ડને મોકલ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-26 17:27:09

જયપુરઃ રાજસ્થાનમાં ગેહલોત-પાયલટ વચ્ચે તકરાર જારી છે. ગેહલોત કોઈપણ સ્થિતિમાં સચિન પાયલટને મુખ્યમંત્રીની ખુરશી સોંપવાના મૂડમાં નથી. પરંતુ પાર્ટી હાઈકમાન્ડ પાયલટ સાથે છે. આ કારણ છે કે હવે રાજસ્થાનમાં ગેહલોત વિરુદ્ધ હાઈકમાન્ડ વચ્ચે તકરારની સ્થિતિ બની ગઈ છે. ગેહલોત સમર્થક ધારાસભ્યોએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે સચિન પાયલટને સ્વીકારવા માટે તૈયાર નથી. સાથે પ્રદેશમાં આગામી મુખ્યમંત્રી તરીકે કેટલાક નામોની યાદી હાઈકમાન્ડને મોકલવામાં આવી છે. જેમાં સીપી જોશી, ગોવિંદ સિંહ ડોટાસરા, રઘુ શર્મા, હરીશ ચૌધરી અને ભંવર સિંહ ભાટીનું નામ સામેલ છે. કોંગ્રેસના બે પર્યવેક્ષક મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન દિલ્હી માટે રવાના થઈ ગયા છે. દિલ્હી જતા પહેલા ગેહલોતે બંને પર્યવેક્ષકો સાથે એક હોટલમાં મુલાકાત કરી હતી. ચર્ચા છે કે ગેહલોતે સ્પષ્ટ કરી દીધુ છે કે પાયલટ મંજૂર નથી. ગેહલોતે અજય માકનને મુખ્યમંત્રી માટે પાંચ નામોની ભલામણ કરી છે. કોંગ્રેસ પર્યવેક્ષક સોનિયા ગાંધીને રાજસ્થાનના ઘટનાક્રમથી માહિતગાર કરાવશે. 

મુખ્યમંત્રી ગેહલોતનું કરિયર દાંવ પર
રાજસ્થાનમાં જે રીતે રાજકીય સંકટ ઉભુ થયું છે. તેનાથી ગેહલોતનું કરિયર દાંવ પર છે. હવે દેશની રાજનીતિના કેન્દ્રમાં રાજસ્થાન છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 2020માં સચિન પાયલટના બળવા બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત અશોક ગેહલોતની ખુરશી ખતરામાં આવી હતી. તે બળવામાં ગેહલોત બચી ગયા, પરંતુ વર્તમાનમાં ગેહલોત અને પાયલટ વચ્ચે પેદા થયેલો વિવાદે સ્પષ્ટ કરી દીધુ છે કે તે પાયલટને રોકવા માટે ગમે તે કરી શકે છે. ગેહલોતે પોતાનું 50 વર્ષનું રાજકીય કરિયર પણ દાંવ પર લગાવી દીધુ છે. તેવામાં ભલે આ પગલાથી ગેહલોતે પોતાની રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી કેમ ન ગુમાવવી પડે, તે દરેક કુરબાની માટે તૈયાર જોવા મળી રહ્યાં છે. 

ગેહલોત કેમ્પના ધારાસભ્યોનું કહેવું છે કે મુખ્યમંત્રીએ પાર્ટી અધ્યક્ષ ન બનવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ગેહલોત પણ પાર્ટી અધ્યક્ષ બનવા ઈચ્છતા નથી. પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડના દબાવમાં તે તૈયાર થયા છે. તો સવાલ તે પણ છે કે જો અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા નથી તો પછી તેમને ક્યા આધાર પર મુખ્યમંત્રી પદેથી હટવાનું કહેવામાં આવશે. મુખ્યમંત્રી ગેહલોતની સાથે 70થી વધુ ધારાસભ્ય છે. તેવામાં પાર્ટી હાઈકમાન્ડ પાયલટને સીએમ બનાવે છે તો પણ બહુમત તેની પાસે હશે નહીં. મતલબ સ્પષ્ટ છે કે સરકાર અલ્પમતમાં આવી જશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post