• Home
  • News
  • નિવૃત્ત થયા જનરલ બાજવા:પાકિસ્તાનના 17મા આર્મી ચીફ બન્યા આસિમ મુનીર, રાવલપિંડીમાં યોજાઈ સેરેમની
post

1947માં પાકિસ્તાનના જન્મ પછી લગભગ થોડા સમય માટે મિલિટરી રૂલ હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-29 19:56:18

પાકિસ્તાનના 16મા આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા 6 વર્ષ બાદ આ પદ પરથી નિવૃત્ત થયા છે. તેમનું સ્થાન ફોર સ્ટાર રેન્ક મેળવનાર આસિમ મુનીરે લીધું છે. મંગળવારે બાજવાએ રાવલપિંડી GHQ હેડક્વાર્ટરમાં મુનીરને બેટન ઓફ કમાન્ડ અને કમાન્ડ સ્ટિક સોંપી. બેટન ઓફ કમાન્ડ લીધા પછી જ મુનીર ફોર્મલી આર્મી ચીફ બન્યા.

સમારોહમાં લોકોને સંબોધતા બાજવાએ આસિમ મુનીરને અભિનંદન પાઠવ્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે તેમના વડા બનવાથી પાકિસ્તાનને ફાયદો થશે. બાજવાએ મુનીર સાથેના તેમના 24 વર્ષના કામને પણ યાદ કર્યું.

જનરલ બાજવા તેમની નિવૃત્તિની તારીખના એક દિવસ પહેલા સોમવારે રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને વડા પ્રધાન શાહબાઝ શરીફને મળ્યા હતા. શરીફે કહ્યું- બાજવા સાહેબના કારણે જ અમે FATFની ગ્રે લિસ્ટ, કોરોના વાયરસ અને પૂર જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવી શક્યા.

22 કરોડ લોકોની નજર

·         પાકિસ્તાનની એક વેબસાઈટની રિપોર્ટ અનુસાર, ડેમોક્રેટિક ઇન્સ્ટીટ્યૂશન્સની જગ્યાએ સેના જ 22 કરોડ લોકોના દેશની સૌથી મોટી તાકાત છે. 8 મહિના આ ખેંચતાણમાં વીતી ગયા છે કે શું જનરલ બાજવાને વધુ એકસ્ટેન્શન મળશે કે નવા આર્મી ચીફ આવશે. જોકે, અટકળોનો અંત આવ્યો અને ગયા અઠવાડિયે એ સ્પષ્ટ થઈ ગયું કે આસિમ મુનીર નવા આર્મી ચીફ હશે. મંગળવારે રાવલપિંડીમાં 6 આર્મી હેટક્વાર્ટરમાં 'ચેન્જ ઓફ બેટન કમાન્ડ સેરેમની' થશે. સામાન્ય ભાષામાં તેને 'ચેન્જ ઓફ સ્ટિક સેરેમની' પણ કહેવામાં આવે છે.

·         આઉટગોઇંગ આર્મી ચીફ જનરલ બાજવા તેમના નજીકના મિત્ર અને સહયોગી અસીમ મુનીરને બેટન ઓફ કમાન્ડ સોંપશે. આ સ્ટિક એક ખાસ પ્રકારના લાકડામાંથી બને છે. આ લાકડાને 'મલક્કા કેન' કહે છે. સેનામાં આ લાકડીનું ખૂબ મહત્વ છે.

·         રિપોર્ટ અનુસાર- પાકિસ્તાની રાજનીતિને બાજુમાં રાખવામાં આવે તો અહીં સેના હંમેશા શક્તિશાળી રહી છે. સેનાના પ્રભાવ અને દબદબા સામે રાજકારણીઓની રાજનીતિ કાંઈ નથી. આ જ કારણ છે કે 1947માં પાકિસ્તાનના જન્મ પછી લગભગ થોડા સમય માટે મિલિટરી રૂલ હતું.

કમાન્ડ સ્ટિકની વિશેષતા

·         ઈતિહાસમાં ઘણા રાજાઓના હાથમાં એક ખાસ પ્રકારની સ્ટિક કે એવું કંઈક જોવા મળ્યું છે. અંગ્રેજીમાં તેને મેસ (mace) પણ કહેવામાં આવે છે. તે જમાનામાં આ એક પ્રકારનું હથિયાર હતું, જે એક જ ઝાટકે દુશ્મનની ગરદન ઉખાડી ફેકતું. ત્યારે તે, ખૂબ જ ભારે લાગતું હતું. એ સમયે રાજા જ સેનાના કમાન્ડર અને ચીફ હતા. તેથી જ આ પ્રકારનું હથિયાર હંમેશા તેમની પાસે રહેતું હતું.

·         આજના યુગમાં અને ખાસ કરીને પાકિસ્તાનની વાત કરીએ તો, આ સ્ટિક ઓફ કમાન્ડ બદલાતી રહે છે. યુરોપમાં આ સ્ટિક ઓફ કમાન્ડ અલગ હોય છે. પાકિસ્તાનમાં કેટલાક લોકો સ્ટિક ઓફ કમાન્ડને ગોર્ઝ (Gorz) પણ કહે છે. તેના એક છેડે સ્ટીલનું બનેલું હેન્ડલ અથવા હિલ્ટ હોય છે.

·         સમય જતાં, સ્ટિક ઓફ કમાન્ડમાં ફેરફારો થયા. હવે યુરોપમાં અને ખાસ કરીને બ્રિટનમાં પહેલાંની જેમ બેટન ઓફ કમાન્ડ નથી. તેનું પ્રતીકાત્મક મહત્વ રહ્યું છે. પ્રખ્યાત જર્મન લેખક EOA હેડેગાર્ડે 14મી થી 16મી સદી સુધીના બેટન ઓફ કમાન્ડ પર વિસ્તૃત માહિતી આપી છે.

·         પાકિસ્તાનમાં જે બેટન ઓફ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ પ્રતીકાત્મક છે. તેના એક છેડે ચમકદાર સ્ટીલ હેન્ડલ અને બીજા છેડે સ્મૂધ ગ્રીપ હેન્ડલ છે. જનરલ બાજવા આ કમાન્ડ સ્ટીક નવા આર્મી ચીફ મુનીરને સોંપશે.

ફકત ગ્રાઉન્ડ ફોર્સ પાસે બેટન ઓફ કમાન્ડ

·         પાકિસ્તાનમાં બેટન ઓફ કમાન્ડ ફક્ત આર્મી સ્ટાફના વડા એટલે કે ગ્રાઉન્ડ ફોર્સ ચીફ (અથવા આર્મી ચીફ) પાસે છે. એરફોર્સમાં અલગ સિસ્ટમ છે. અહીં આઉટગોઇંગ એરફોર્સ ચીફ નવા એરફોર્સ ચીફને તલવાર સોંપે છે. જ્યારે નેવીમાં કમાન્ડમાં ફેરફાર થાય છે, ત્યારે નવા નેવી ચીફને એક સ્ક્રોલ સોંપવામાં આવે છે. આ તમામ વિધિઓ વિવિધ ફોર્સના હેડક્વાર્ટરમાં જ થાય છે.

·         એક અહેવાલ મુજબ - 2008માં જ્યારે જનરલ મુશર્રફે જનરલ અશફાક પરવેઝ કયાનીને કમાન સોંપી ત્યારે લાખો લોકોએ આ સમારોહ ટીવી પર જોયો હતો. મુશર્રફ બાદમાં રાષ્ટ્રપતિ બન્યા અને હાલમાં દુબઈમાં એક આલીશાન પેન્ટહાઉસમાં રહે છે.

કયાની 6 વર્ષ સુધી આર્મી ચીફ રહ્યા. ત્યારપછી બેટન ઓફ કમાન્ડ જનરલ રાહિલ શરીફને મળ્યા. તે 3 વર્ષ આર્મી ચીફ રહ્યા. રાહિલ પછી જનરલ કમર જાવેદ બાજવા પાકિસ્તાનના સેનાઅધ્યક્ષ બન્યા. ઈમરાન ખાને 2019માં તેમને 3 વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું.

સૈન્યમાં વિભાજનના સંકેતો
પાકિસ્તાનની સેનામાં ભાગલા પડવાના સંકેત દેખાઈ રહ્યા છે. નવા આર્મી ચીફ જનરલ આસિમ મુનીરને અપોઇન્ટમેન્ટથી નારાજ બે સિનિયર જનરલે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. વિશેષતા એ છે કે બંને જનરલ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના છે.

આમાંથી એક લેફ્ટનેન્ટ જનરલ ફૈઝ હમીદ ઈમરાન સરકારના સમયમાં ISIના ચીફ હતા. આઉટગોઇંગ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેમને આ પદ પરથી હટાવ્યા હતા. બીજા અધિકારીનું નામ લેફ્ટનન્ટ જનરલ અઝહર અબ્બાસ છે. તે ઈમરાનના નજીક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક વધુ વરિષ્ઠ અધિકારીઓ પણ ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post