• Home
  • News
  • અમેરિકાના પ્રથમ અશ્વેત સંરક્ષણમંત્રી બનશે જનરલ લૉઇડ જે ઑસ્ટિન, બાઇડનના દિવંગત પુત્ર સાથે ઈરાકમાં કામ કર્યું હતું
post

જનરલ લૉઇડ જે ઑસ્ટિન 41 વર્ષ સેનામાં રહ્યા. ચાર વર્ષ અગાઉ 2016માં રિટાયર થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 16:57:04

જનરલ લૉઇડ જે ઑસ્ટિનને અમેરિકન સંરક્ષણ મુખ્યાલય પેન્ટાગોનના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ઑસ્ટિન દેશના પ્રથમ અશ્વેત સંરક્ષણમંત્રી બનશે. જનરલ ઑસ્ટિન બાઈડનના દિવંગત પુત્ર કેપ્ટન બીયુ બાઈડનની સાથે ઈરાકમાં પણ કામ કરી ચૂક્યા છે. કેપ્ટન બીયુનું નિધન 46 વર્ષની વયમાં બ્રેન કેન્સરને કારણે થયું હતું. રાષ્ટ્રપતિ જો બાઈડનની કેબિનેટમાં ઓસ્ટિનની આ બીજી નિયુક્તિ છે. સેનેટે 93-2 વોટથી તેમના નામને સમર્થન આપ્યું છે. એક દિવસ અગાઉ અવરીલ હેન્સને રાષ્ટ્રીય ગુપ્ચચર વિભાગના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

41 વર્ષનો લાંબો અનુભવ
જનરલ લૉઇડ જે ઑસ્ટિનને સેનામાં 41 વર્ષનો લાંબો અનુભવ છે. પોતાની કરિયરમાં તેઓ સેનાના મોટાં પદો પર સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ 2016માં રિટાયર થયા હતા. 2010થી 2016 સુધી ઈરાકમાં અમેરિકન સેનાના કમાન્ડર પણ રહ્યા.

વંશવાદ વચ્ચે અહીં સુધી પહોંચ્યા
જનરલ ઑસ્ટિન અમેરિકામાં ચાલતા તમામ વંશીય ભેદભાવ વચ્ચે દેશના સંરક્ષણમંત્રીના હોદ્દા પર પહોંચનારા પ્રથમ અશ્વેત છે. ઑસ્ટિન અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ પણ હતા. હવે તેઓ પેન્ટાગોન સ્થિત અમેરિકન સંરક્ષણ મુખ્યાલયનું નેતૃત્વ કરશે.

એન્ટની બ્લીન્કેન બની શકે છે વિદેશમંત્રી
રાષ્ટ્રપતિ જો બાઈડનને આવનારા દિવસોમાં રાષ્ટ્રીય સુરક્ષા ટીમ માટે અન્ય સભ્યોના નામની મંજૂરી મળવાની આશા છે. તેમાં વિદેશમંત્રી તરીકે એન્ટની બ્લીન્કેનનું નામ પણ સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post