• Home
  • News
  • ઇન્સ્ટાગ્રામ મિત્રને બર્થડેની સરપ્રાઇઝ આપવા સગીરા હિંમતનગરથી હૈદરાબાદ પહોંચી
post

સોમવારે હિંમતનગરથી બે સગીરા ગુમ થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 09:26:49

હિંમતનગર: હિંમતનગરના કેન્દ્રીય વિદ્યાલયમાં રહેતી સગીરા ઇન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલ કિશોરને બર્થડેની સરપ્રાઇઝ આપવા હૈદરાબાદ 1292 કી.મી.ની સફર ખેડી નાખતા સૌ કોઇના જીવ પકીકે બંધાયા હતા.


ટ્રેનમાં અવર જવરનો અનુભવ હોવાથી હૈદરાબાદની ટિકિટ લઇને અમદાવાદથી નીકળી હતી
સોમવારે કેન્દ્રીય વિદ્યાલયના બે શિક્ષકોની ધો-7 અને ધો-10 માં અભ્યાસ કરતી બે સગીર દીકરીઓ ઘેરથી બહાર ગયા બાદ પરત ન આવતા બી ડીવીઝન પોલીસને જાણ કરાતા પોલીસે પણ ગંભીરતા સમજી તરત તપાસ હાથ ધરી હતી. પીએસઆઇ એમ.બી.કોટવાલે જણાવ્યું કે મોટી સગીરાને ઇન્સ્ટાગ્રામ પર હૈદરાબાદના સગીર સાથે મિત્રતા થઇ હતી. હૈદરાબાદમાં રહેતા સગીરનો જન્મ દિવસ આવતો હોઇ તેને સરપ્રાઇઝ આપવા હૈદરાબાદ જવા રવાના થઇ ગઇ હતી. ટ્રેનમાં અવર જવરનો અનુભવ હોવાથી હૈદરાબાદની ટિકિટ લઇને અમદાવાદથી નીકળી હતી. જે છોકરાને સરપ્રાઇઝ આપવા ગઇ હતી તેનો સંપર્ક કરી તપાસ કરતા બંને સગીરા તેના ઘેર હેમખેમ હોવાનુ જાણવા મળતા પોલીસની એક ટીમ હૈદરાબાદ મોકલાઈ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post