• Home
  • News
  • કોણ સમૃદ્ધ થશે ?:પાવાગઢ કરતા ગિરનાર રોપ-વેની લંબાઇ 3 ગણી પણ ટિકીટના દર 6 ગણા વધારે !!
post

પાવાગઢ રોપ-વેની લંબાઇ 736 મીટર અને ભાડું 141 રૂપિયા, જ્યારે ગિરનાર રોપ-વેની લંબાઇ 2320 મીટર અને ભાડું 826 રૂપિયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 10:12:04

આખરે ગિરનાર રોપ -વે શરૂ થઇ ગયો છે. જૂનાગઢીઓનું વર્ષો જૂનું સ્વપ્ન હતું કે રોપ -વે યોજના સાકાર થાય. રોપ- વે બને તો પરિવારને તેમજ બહાર રહેતા સગા સબંધીઓને રોપ -વે મારફતે યાત્રા કરાવી પુણ્ય કમાઇ શકે. જોકે,રોપ- વે ની ટિકીટના ભાવ સાંભળ્યા બાદ તમામ જૂનાગઢીઓને લાગી રહ્યું છે કે તેમનું સ્વપ્ન રોળાઇ ગયું છે. જેમ ગિરનાર પર્વત આસમાનને આંબી રહ્યો છે તેમ રોપ-વે ની ટિકીટના ભાવ પણ આસમાને પહોચ્યા છે. પરિણામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે ઉષા બ્રેકો કંપનીએ ટિકીટના ભાવ અંગે ફેર વિચારણા કરી ભાવ ઘટાડવા જોઇએ તેવી લોકો ભારે રોષ સાથે માંગ કરી રહ્યા છે. બીજી તરફ આ જ કંપનીનો પાવાગઢમાં રોપ-વેનું સંચાલન કરે છે. પાવાગઢમાં રોપ-વેની લંબાઇ 736 મીટર છે અને હાલ તેમનું ભાડું 141.60 રૂપિયા છે. જેની સામે ગિરનાર રોપ-વેની લંબાઇ ત્રણ ગણી 2320 મીટર છે, પરંતુ ટિકીટનાર દર 826 રૂપિયા છે. પાવાગઢ કરતા 6 ગણું ભાડું વસુલવામાં આવી રહ્યું છે.

પાવાગઢની લંબાઇ મુજબ 447 ભાવ હોવો જોઇએ
ગિરનાર રોપ-વે અને પાવાગઢ રોપ-વેની સરખામણી કરીએ તો, ગિરનાર રોપ-વેની લંબાઇ વધારે છે. જે પાવાગઢ રોપ-વેના ટિકીટના ભાવ છે. તે હિસાબે ગિરનાર રોપ-વેની ટિકીના ભાવ 447 રૂપિયા હોવા જોઇએ. હાલ 706 રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. 14 નવેમ્બર પછી સામાન્ય ટિકીટના 826 રૂપિયા વસુલવામાં આવશે. જોકે, પાવાગઢ રોપ-વે શરૂ થયો ત્યારે માત્ર 9 રૂપિયા ટિકીટ હતી. એ હિસાબે પણ જૂનાગઢની ટિકીના ભાવ વધારે છે.

જૂનાગઢ વાસીઓને એક વર્ષ માટે રાહત આપો
ભાજપ સરકારે ખૂબ સારો પ્રોજેકટ સાકાર કરી જૂનાગઢને ભેટ આપ્યો છે. જોકે ટિકીટના ભાવ મામલે લોકોમાં ભારે ગણગણાટ થઇ રહ્યો છે. ત્યારે એક બિઝનેસમેન તરીકે મારૂં માનવું છે કે, ઉષા બ્રેકો કંપનીએ વ્યવહારીક અને વ્યાજબી ભાવ રાખવો જોઇએ. જ્યારે જૂનાગઢના લોકોને 1 વર્ષ માટે ટિકીટના ભાવમાં રાહત આપવી જોઇએ. આ ઉપરાંત સિનીયર સિટીઝનોને પણ રાહત આપવી જોઇએ. કારણ કે,રોપ - વે માત્ર પ્રોફેશનલ બેક ગ્રાઉન્ડ પર તૈયાર નથી થયો ઇમોશનલ બેક ગ્રાઉન્ડ પર તૈયાર થયો છે.

જૂનાગઢનાં લોકો માટે 150 રૂપિયા ટિકીટ રાખો
ઉષા બ્રેકો કંપનીએ જૂનાગઢીઓ માટે, સિનીયર સિટીઝનો માટે તેમજ દિવ્યાંગો માટે 150 રૂપિયા ટિકીટ રાખવી જોઇએ. જો ટેક્ષ સાથે 826 રૂપિયા ટિકીટ થાય તો મહેમાનોને તો ઠીક પરિવારના સભ્યોને પણ રોપ - વેમાં લઇ જવું સામાન્ય લોકો માટે અશ્ક્ય બનશે. હાઇવે પરના ટોલનાકામાં આજુબાજુના ગામોને ટોલમાંથી મુક્તિ હોય છે. ત્યારે ફ્રિ નહી પરંતુ વ્યાજબી ભાવ રાખે તે જરૂરી છે. આ માટે સરકારે પણ દરમિયાનગીરી કરવી જોઇએ.- તે માટે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઇ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post