• Home
  • News
  • કોરોનાના દર્દીને ઊંધો સુવડાવી ઓક્સિજન આપવાથી કલાકમાં લેવલ વધે છે, વેન્ટિલેટરની જરૂર પડતી નથી
post

સિમ્સ હોસ્પિટલે શરૂ કરેલી ‘લંગ પ્રોનિંગ રિક્રૂટમેન્ટ’ થેરપીનાં સારાં પરિણામનો દાવો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 10:19:11

અમદાવાદ: કોરોનાની ચોક્કસ દવા કે વેક્સિન નથી જેથી મોટાભાગનાં દર્દીને ઓક્સિજનનું પ્રમાણ ઘટવાથી ગંભીર અવસ્થામાં વેન્ટિલેટર પર મૂકવા પડે છે. સિમ્સ હોસ્પિટલના ફિઝિયોથેરાપીની ટીમ દ્વારા અપાતી લંગ પ્રોનિંગ રિક્રૂટમેન્ટ થેરપીસંજીવની સાબિત થઇ રહી છે. શ્વાસમાં તકલીફ, ઓક્સિજન અને વેન્ટિલેટર પરના દર્દીને આ થેરપી શરુ કર્યાના એક કલાકમાં જ ઓક્સિજનનું પ્રમાણ વધતું હોવાનો હોસ્પિટલનો દાવો છે. 


કોવિડનાં 150માંથી 60 દર્દીને આ થેરાપી આપી
સિમ્સના ડાયરેક્ટર ડો. ધિરેન શાહ જણાવે છે કે, સામાન્ય રીતે દર્દીને સીધા સુવડાવીને ઓક્સિજન કે વેન્ટિલેટર પર રખાય છે. પરંતુ, ‘લંગ પ્રોનિંગ રિક્રૂટમેન્ટ થેરાપીમાં દર્દીને ઉંધા (છાતી નીચે) સુવડાવીને ઓક્સિજન અપાય છે. હોસ્પિટલના ફિઝિયોથેરાપીના સાગર કુંડલિયા અને ડો. પ્રતિક પટેલ સાથે 6 સભ્યોની ટીમે કોવિડનાં 150માંથી 60 દર્દીને આ થેરાપી આપી છે. 


પૂરતી માત્રામાં ઓક્સિજન આ થેરપીથી પહોંચે છે
વાઈરસ ઇન્ફેકશનથી ફેફસાંનો  જે ભાગ ડેમેજ ન થયો હોય ત્યાં પૂરતી માત્રામાં ઓક્સિજન આ થેરપીથી પહોંચે છે. દર્દીને વેન્ટિલેટર પર જતો અટકાવી શકાય છે. અમેરિકામાં કોવિડનાં દર્દીમાં આ થેરપીથી ઘણાં સારા પરિણામ મળતાં હોસ્પિટલે તે શરૂ કરી છે. 


24
કલાકમાં 8 કલાક ઊંધા સુવડાવવા પડે
સિમ્સ હોસ્પિટલના કન્સલટન્ટ પલ્મોનોલોજિસ્ટ ડો. અમિત પટેલના જણાવ્યા અનુસાર આ થેરાપીમાં દર્દીને ઉંધા સૂવડાવવાથી(પ્રોનિંગ) ફેફસાનો દબાયેલો ભાગ ફુલી જતા નેચરલ હિલીંગથી ફેફસાંમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. દર્દીના બંને બાજુનાં ફેફસાં ફુલેલા રહે તે માટે જે દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ 90 ટકાથી ઓછું તેમને 24 કલાકમાં 4 કલાક ઉંધા, 2 કલાક સીધા અને ફરી 4 કલાક ઉંધા સૂવાડાય છે. 

આ દર્દીઓ માટે ઉપયોગી
કોરોનાનો દર્દી રૂમ ઓક્સિજન પર હોય, શ્વાસમાં તકલીફ હોય અને ઓક્સિજનનું પ્રમાણ 90થી ઓછું હોય તેમજ જે દર્દી આઇસીયુમાં હોય તેમજ ન્યુમોનિયા અને વેન્ટિલેટર પર હોય તેમને લંગ પ્રોનિંગ રિક્રૂટમેન્ટ થેરપીઆપી શકાય છે.

adv

Related News

post
post
post
post
post
post
post