• Home
  • News
  • Glenn Maxwell Joins ABD: RCBએ પૂરુ કર્યું સપનુ, મેક્સવેલે ટ્વીટ કરી વ્યક્ત કરી ખુશી
post

Glenn Maxwell Joins RCB: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને આઈપીએલ-2021 માટે નવી ટીમ મળી ગઈ છે. તે આ વખતે પોતાની ડ્રીમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 12:25:35

ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (ipl 2021) ની સીઝન માટે ગુરૂવારે ચેન્નઈમાં ચાલી રહેલી હરાજીમાં કિંગ્સના પૂર્વ બેટ્સમેન ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (rcb) 14.25 કરોડમાં ખરીદ્યો છે. મેક્સવેલની બેઝ પ્રાઇઝ બે કરોડ હતી. આ સાથે મેક્સવેલનું સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન એબી ડિવિલિયર્સ સાથે રમવાનું સપનુ પૂરુ થવા જઈ રહ્યુ છે. 

ઓક્સનમાં વેચાયા બાદ મેક્સવેલે ટ્વીટ કરતા કહ્યુ કે, તે ફ્રેન્ચાઇઝીને ટ્રોફી જીતવાનું સપનુ પૂરૂ કરવામાં મદદ કરશે. તેણે લખ્યુ- આ સીઝનમાં આરસીબી સાથે જોડાવા ઉત્સુક છું. ટીમને ટ્રોફી જીતાડવા માટે તમામ તાકાત લગાવી દઈશ. 

હકીકતમાં મેક્સવેલે હાલમાં કહ્યુ હતુ કે, આઈપીએલમાં બેંગલોરની સાથે જોડાવા ઈચ્છીશ. ડિવિલિયર્સ મારા આદર્શ છે અને હું હંમેશા તેની બેટિંગ જોવાનો પ્રયાસ કરુ છું. ડિવિલિયર્સની સાથે કામ કરવુ સુખદ રહેશે. મારા કરિયરમાં તેણે હંમેશા મારી મદદ કરી છે. મેક્સવેલે કહ્યુ હતુ કે, કોહલીના નેતૃત્વમાં રમવા અને તેની સાથે બેટિંગ કરવી સારૂ રહેશે અને આમ થાય તો હું તેનો આનંદ માણીશ.

મેક્સવેલ પર સૌથી પહેલા કોલકત્તાએ ત્રણ કરોડની બોલી લગાવી. પરંતુ આરસીબીએ તેના પર બોલી લગાવવાની શરૂ કરી અને ત્યારબાદ ચેન્નઈએ છ કરોડ રૂપિયાની સાથે બોલી શરૂ કરી. પછી રાજસ્થાન રોયલ્સ પણ કુદી પડ્યું હતું. ચેન્નઈ 11.50 કરોડ સુધી બોલી લગાવી ચુક્યુ હતું. ત્યારબાદ આરસીબીએ 14.25 કરોડમાં તેની સાથે જોડી લીધો હતો. 

adv

Related News

post
post
post
post
post
post
post