તેમણે કહ્યુ હતુ કે ગુરુદ્વારામાં એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ મુકનારાના વખાણ કરવા કે પછી ભારતના દિવંગત પીએમ ઈન્દિરા ગાંધીના ગુણગાન ગાવા એ સામાન્ય વાત છે.
ખાલિસ્તાની આતંકી નિજ્જરની
હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ મુકીને કેનેડાના પીએમ ટ્રુડો પોતાના જ દેશમાં
બરાબર ફસાયા છે.
કેનેડાના
જાણીતા પત્રકાર અને લેખત ટેરી મિલેવસ્કીએ પણ આ વિવાદ અંગે કહ્યુ છે કે, કેનેડામાં આતંકવાદીઓના
ગુણગાન ગાવા બહુ સામાન્ય વાત છે અને આ ટ્રેન્ડ રોકવામાં કેનેડાની સરકાર નિષ્ફળ ગઈ
છે. કેનેડામાં આતંકીઓને માથે ચઢાવવા તે કાયદાકીય રીતે પણ માન્ય છે.
ટેરી
મિલેવસ્કીએ કહ્યુ હતુ કે,
પીએમ
ટ્રુડોનુ નિવેદન પૂરાવા વગર સામે આવ્યુ છે. કેનેડાની પોલીસ અત્યાર સુધી નિજ્જરની
હત્યા માટે એક પણ આરોપીની ધરપકડ કરી શકી નથી. શૂટરો કોણ હતા તેની ઓળખ પણ થઈ નથી.
તો પછી પૂરાવા વગર ટ્રુડો કેવી રીતે ભારત સામે આક્ષેપ મુકી શકે છે?
ટ્રુડોએ
જાહેરમાં આ પ્રકારના આરોપ કેમ લગાવ્યા ..તેવા સવાલના જવાબમાં ટેરી મિલેવસ્કીએ
કહ્યુ હતુ કે,
ટ્રુડો
અત્યારથી જ ચૂંટણી હારી ચુકયા છે. હવે તેઓ સહાનુભૂતિ મેળવવા માટે અને લોકોનુ ધ્યાન
બીજે દોરવાના પ્રયાસો કરી રહ્યા છે. કેનેડામાં ક્યારે પણ ખાલિસ્તાની આંદોલન પર
જરુરી હોય તે પ્રકારના નિયંત્રણો મુકવામાં આવ્યા નથી.
તેમણે
કહ્યુ હતુ કે ગુરુદ્વારામાં એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ મુકનારાના વખાણ કરવા કે
પછી ભારતના દિવંગત પીએમ ઈન્દિરા ગાંધીના ગુણગાન ગાવા એ સામાન્ય વાત છે.
ટેરી
મિલેવસ્કી 2020માં તેમણે લખેલા
અહેવાલ... ખાલિસ્તાનઃ એ પ્રોજેકટ ઓફ પાકિસ્તાન... માટે જાણીતા છે. જેમાં ખાલિસ્તાન
આંદોલનમાં પાકિસ્તાનના રોલ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.