• Home
  • News
  • Goa Elections 2022:પરિણામો પહેલા કોંગ્રેસે ગોવામાં લીધો યુ ટર્ન
post

કોંગ્રેસ AAP અને TMC સાથે ગઠબંધન માટે તૈયાર

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-08 11:28:09

નવી દિલ્હી:

ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ રાજ્યમાં ગઠબંધનની શક્યતાઓ શોધી રહી છે. પાર્ટીએ 'બીજેપી વિરોધી પાર્ટીઓ' સાથે આવવાની જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે, કોંગ્રેસ રાજ્યમાં આમ આદમી પાર્ટી (AAP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે ગઠબંધન માટે પણ તૈયાર છે. જ્યારે અગાઉ કોંગ્રેસે બંને પક્ષો પર ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. પાંચ રાજ્યો- પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં મતદાન પૂર્ણ થયા બાદ 10 માર્ચે મતગણતરી કરવામાં આવશે.

એક અહેવાલપ્રમાણે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના ગોવા ડેસ્ક ઈન્ચાર્જ દિનેશ ગુંડુ રાવે સોમવારે જણાવ્યું હતું કે, જે પણ પાર્ટી ભાજપની વિરુદ્ધ છે તેની સાથે અમે વાત કરીશું અને અમે તેમની સાથે આવવા તૈયાર છીએ. હું અત્યારે કોઈ ખાસ પક્ષની વાત નથી કરી રહ્યો જે પણ પક્ષ ભાજપને સમર્થન આપવા નથી માંગતો અમે તેમને જગ્યા આપવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે, ચૂંટણી દરમિયાન અમારી વિરુદ્ધ AAP અને TMC તરફથી અને અમારા દ્વારા તેમના વિરુદ્ધ ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા અને તે ચૂંટણી દરમિયાન હતું પરંતુ હવે પરિણામો પછી તે પક્ષોએ નક્કી કરવાનું છે કે તેઓ શું ઇચ્છે છે. અમે એવી પાર્ટીઓ સાથે કામ કરવા માંગીએ છીએ જે ભાજપને સમર્થન નથી આપતી. રવિવારે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન રાવે AAP અને TMC પર ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે, એક વાત બિલકુલ સ્પષ્ટ છે... તેઓ તેમના પ્રચારના સંદર્ભમાં ભાજપ વિરોધી છે. તેથી આપણે જોવું પડશે કે તેઓ શું કરે છે.

રાવે કહ્યું કે, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી કોંગ્રેસના સંપર્કમાં છે. MGPTMC સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી છે. મહત્વની વાત એ છે કે, ટીએમસી સાંસદ અને પાર્ટીના ગોવાના પ્રભારી મહુઆ મોઇત્રાએ એક ટ્વિટ દ્વારા ગોવામાં ભાજપનો મુકાબલો કરવા માટે તમામ પક્ષોને એકસાથે આવવાનું આહ્વાન કર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post