• Home
  • News
  • ભાવઘટાડો:સોનું 50 હજારથી નીચે, બે મહિનામાં 8 હજાર ભાવ ઘટ્યો, ઓગસ્ટમાં સોનાનો 56, 200નો વિક્રમી ભાવ જોવાયો હતો
post

1 કિલો ચાંદીનો ભાવ 60 હજાર રૂપિયાથી નીચે પહોંચી ગયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-28 14:51:12

કોરોના વેક્સિન અંગેના સતત સારા સમાચારો આવી રહ્યા છે. આ કારણે સોનાના ભાવમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. શુક્રવારે 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 48,185 થઈ ગયો હતો. તો 1 કિલો ચાંદીનો ભાવ 60 હજાર રૂપિયાથી નીચે પહોંચી ગયો હતો.

બુલિયન માર્કેટના વેપારીના કહેવા મુજબ, ઓગસ્ટમાં જોવાયેલા વિક્રમી ભાવથી અત્યારે અત્યંત નીચા ભાવે આ બંને કીમતી ધાતુમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. 7 ઓગસ્ટે સોનાનો ભાવ 56,200ની વિક્રમી સપાટીએ હતો. ગુરુવારે એમસીએક્સ પર સોનાનો ભાવ 48,600 બોલાતો હતો. લગભગ 4 મહિનાની તેજી પછી ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાને ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાંથી સોનાની માગમાં ઘણો વધારો થયો છે.

સોનાનો ભાવ ઘટતાં માગ વધી
બીજી બાજુ, લગ્નની સીઝનને કારણે પણ સોનાની ખરીદી થઈ રહી છે. સોનાના ભાવ ઘટતા હોવાને કારણે ઓનલાઈન અને ઓફફલાઈન બંને પ્લેટફોર્મ પર સોનાનું વેચાણ વધવાનું અનુમાન છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા મુજબ, માગ વધી રહી છે અને કિંમત ઘટતાં ગ્રાહકોમાં ખરીદી વધી રહી છે. અર્થતંત્ર ખૂલી રહ્યું હોવાથી લોકો લાંબા ગાળાના રોકાણ તરીકે સોનાને પસંદ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post