• Home
  • News
  • સોનામાં ઘટાડો ચાલુ:7 મહિનામાં સોનુ 11500 રૂપિયા સસ્તુ થયુ, 56200થી 45 હજારની નીચે આવ્યું
post

1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનું 5540 રૂપિયાથી વધુ સસ્તુ થયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 12:10:27

સોના-ચાંદીના ભાવોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પરિણામે સોનુ 7 મહિનામાં લગભગ 11500 રૂપિયા સસ્તુ થયું છે. ઓગસ્ટમાં સોનુ 56,200 રૂપિયા/10 ગ્રામે પહોંચ્યું હતું, જે 2 માર્ચે 44,760 રૂપિયા પર આવી ગયુ છે. 2021 સોના માટે અત્યાર સુધી સારુ રહ્યું નથી. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનુ 5540 રૂપિયાથી વધુ તૂટ્યું છે.

આ વર્ષે અત્યાર સુધીમાં સોનુ 5540 રૂપિયાથી વધુ સસ્તુ થયુ
1
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનું 5540 રૂપિયાથી વધુ સસ્તુ થયું છે. 1 જાન્યુઆરીએ સોનુ 50300 રૂપિયા ઉપર હતું જે હવે 44760 રૂપિયા પર છે. એટલે કે માત્ર 2 મહિનામાં જ સોનાની કિંમત 11 ટકા ઘટી છે. જો ચાંદીની વાત કરવામાં આવે તો તે લગભગ 1100 રૂપિયા મોંઘી થઈ છે. 1 જાન્યુઆરીએ ચાંદી 66950 રૂપિયા પર હતી, જે હવે 67073 પર છે.

ઈન્ટરનેશનલ બજારમાં પણ સોનામાં આવ્યો ઘટાડો
ઈન્ટરનેશનલ બજારમાં સોનુ 1719 અમેરિકન ડોલર પ્રતિ ઔંસ થયું. વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ પર સોનુ 1733 ડોલર પ્રતિ ઐંસ પર છે. હાલ સોનુ 1750 ડોલર પ્રતિ ઐંસના સ્તરથી નીચે આવી ગયું છે.

ઈમ્પોર્ટ ડ્યુટી ઘટવાની પણ અસર
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2021-22 માટે રજૂ કરેલા બજેટમાં સોના અને ચાંદી પરની આયાતમાં ભારે ઘટાડાની જાહેરાત કરી છે. સોના અને ચાંદીની આયાત કિંમતમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ સોના અને ચાંદી પર 12.5 ટકા આયાત આપવાની હોય છે. 5 ટકાના ઘટાડા પછી માત્ર 7.5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી આપવી પડશે. તેનાથી સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આગળ સોનાના ભાવમાં વધુ તેજીની શકયતા નથી
અર્થશાસ્ત્રી ડો.ગણેશ કાવડિયા(સ્કુલ ઓફ ઈકોનોમિકસ, દેવી અહિલ્યા વિવિ ઈન્દોરના પૂર્વ વિભાગાધ્યક્ષ)ના જણાવ્યા અનુસાર રોકાણકાર હમેશા વધુ અને સુરક્ષિત નફો માંગે છે અને આ નફો તેમને સ્ટોક માર્કેટ, FD, બોન્ડ કે સોનામાં પૈસા લગાવવાથી મળે છે.

સ્થિતિ જ્યારે સામાન્ય થાય છે તો નફો સ્ટોક માર્કેટ, બોન્ડ વગેરેમાંથી મળે છે. જોકે જ્યારે વિશ્વની અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાની સ્થિતિ બને છે તો રોકાણકાર સોનામાં રોકાણ વધારી દે છે. તેમને લાગે છે કે સોનાથી તેમને સુરક્ષા મળશે અને તેની કિંમત ઘટશે નહિ. તેના કારણે કોરોનાકાળમાં રોકાણકારોમાં સોનાની માંગ વધી ગઈ હતી.

હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને લોકોનું સોના પ્રત્યેનું આકર્ષણ ઘટી રહ્યું છે. આ સિવાય ઈમ્પોર્ટ ડ્યુટી ઘટવા અને ડોલર મજબૂત થવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. આ કારણે હવે આવનારા 1-2 વર્ષોમાં સોનાની કિંમત ન તો વધુ વધશે ન વધુ ઘટશે. તે લગભગ સ્થિર જ રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post