• Home
  • News
  • 2019-20માં સોનાની આયાત 14.23 ટકાથી ઘટીને 28.2 અરબ ડોલર રહી
post

2018-19માં 32.19 અરબ ડોલરનું સોનું આયાત થયું હતું, ભારત વિશ્વમાં સૌથી વધારે સોનુ આયાત કરનારો દેશ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 09:39:56

નવી દિલ્હી: ગત નાણાકીય વર્ષ મતલબ કે 2019-20માં દેશમાં સોનાની આયાત 14.23% ઘટીને 28.2 અરબ ડોલર રહી હતી. 2018-19માં 32.91 અરબ ડોલરનું સોનું આયાત થયું હતું. સોનાની આયાત ઘટવાથી દેશના વેપારની ખોટને ઓછું કરવામાં મદદ મળી છે. 2019-20માં વેપારની ખોટ 152.88 અરબ ડોલર રહી હતી. 2018-19માં તે 184 અરબ ડોલર હતી. 

વાર્ષિક 800-900 ટન સોનાની આયાત થાય છે
ડિસેમ્બરથી જ સોનાની આયાતમાં ઘટાડો શરૂ થયો હતો. ભારત વિશ્વનો સૌથી મોટું ગોલ્ડ ઇમ્પોર્ટર છે. જ્વેલરી ઇન્ડસ્ટ્રીની માંગને જોતા દેશમાં સોનું વધારે આયાત થાય છે. દેશમાં વાર્ષિક 800-900 ટન સોનાની આયાત થાય છે. વેપારની ખોટ અને ચાલુ ખાતા ખોટ પર સોનાની આયાતની નકારાત્મક અસર જોતા સરકારે ઇમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી નાખી હતી. 

ઇન્ડસ્ટ્રીની માંગ - ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવામાં આવે
ઇન્ડસ્ટ્રીના લોકોનું કહેવું છે કે સોના પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો થવાથી વેપારીઓ તેમનું મેન્યુફેક્ચરિંગ પડોશના દેશોમાં શિફ્ટ કરી રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીને 4 ટકા કરવાની માંગ કરી છે. 2019-20માં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ 11 ટકા ઘટીને 35.8 અરબ ડોલર રહ્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post