• Home
  • News
  • અમદાવાદમાં મુંબઈનો સોનાનો વેપારી લૂંટાયો
post

અમદાવાદ સહિત રાજ્યભરમાં એકબાજુ ટુ-વ્હીલર પર બેસી મોબાઈલની લૂંટ કરતી ટોળકીનો ત્રાસ વધી ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-22 12:33:28

  અમદાવાદ સહિત રાજ્યભરમાં એકબાજુ ટુ-વ્હીલર પર બેસી મોબાઈલની લૂંટ કરતી ટોળકીનો ત્રાસ વધી ગયો છે, જેણે પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે, એવામાં આજે એક્ટિવા પર આવેલા લૂટારૂઓએ મુંબઈના વેપારીને નિશાન બનાવી અઢી લાખના સોનાની લૂટ ચલાવતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના અંજલી બ્રિજ પર એક્ટિવા પર આવેલા શખ્સોએ વેપારીને આંતરી વેપારી પાસેથી અઢી લાખના સોનાની ધોળા દિવસે લૂટ ચલાવવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. મુંબઈથી વેપારી અઢી કિલો સોનુ લઈ અમદાવાદમાં માર્કેટિંગ માટે આવ્યા હતા.

વિગતે ઘટના જોઈએ તો, મુંબઈથી એક વેપારી સોનાના માર્કેટિંગ માટે સોનું લઈ અમદાવાદ આવ્યા હતા. વેપારીના જણાવ્યા અનુસાર, તેઓ આશરે 8થી 10 વર્ષથી સોનાનો વેપાર કરે છે અને સોનાનો સપ્લાય કરે છે. મુંબઈથી આવ્યા બાદ સવારે 9 કલાકે તેઓ ટુ-વ્હીલર પર નારોલ શાસ્ત્રીબ્રિજ ચોકી પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પોલીસકર્મીઓએ તેમને અટકાવ્યા હતા અને તપાસ કરી હતી, ત્યારબાદ તેમણે જરૂરી બિલ અને માહિતી પુરી પાડ્યા બાદ ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ અતિવ્યસ્ત એવા અંજલીબ્રિજ પરથી પસાર તઈ રહ્યા હતા તે સમયે બ્લુ કલરના એક્ટિવા પર આવેલા શખ્સોએ તેમને આંતર્યા અને ઉભા રાખી સોનાની લૂંટ ચલાવી.

 વાસણા પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈના વેપારી પાસે લગભગ 70થી 80 લાખ લાખના સોનાની લૂંટ થયાની જાણ વેપારી દ્વારા કરવામાં આવી, પરંતુ જે જગ્યા પર ઘટના બની તે સ્થળ પાલડી પોલીસ સ્ટેશનની હદમાં આવતું હોવાથી ત્યાં ફરિયાદીને લઈ જવામાં આવ્યા હતા. આ મામલાની જાણ એન ડિવિઝનના એસપીને થતા એસપી દિવ્યા રવીયા પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને સીસીટીવીના આધારે લૂંટ કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post