• Home
  • News
  • ગોલ્ડમેન સાક્સના એક્સપર્ટની વૈશ્વિક અર્થતંત્ર માટે ભવિષ્યવાણી:લૉયડ બ્લેન્કફેને કહ્યું - અમેરિકા મંદીની અણીએ, તેને ટાળવી મુશ્કેલ
post

લૉયડ બ્લેન્કફિને કહ્યું કે જેવી જ સપ્લાય ચેન ઠીક થઈ જશે તો મોંઘવારી જતી રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-17 10:34:46

નવી દિલ્લી:  ગોલ્ડમેન સાક્સના સિનિયર ચેરમેન લૉયડ બ્લેન્કફિને વૈશ્વિક અર્થતંત્ર માટે એક ભયાવહ ભવિષ્યવાણી કરતા કહ્યું કે અમેરિકા આર્થિક મંદીની અણીએ ઊભું છે અને અહીં ખૂબ જ મોટો રિસ્ક છે. તેમણે સીબીએસના ફેસ ધ નેશન કાર્યક્રમને સંબોધતા કહ્યું કે જો હું એક મોટી કંપની ચલાવી રહ્યો હોત તો હું આ મંદી માટે એકદમ તૈયાર હોત. જો હું ગ્રાહક હોત તો પણ હું તેના માટે તૈયાર થઈ ગયો હોત. લૉયડ બ્લેન્કફિને કહ્યું કે મંદી કેકમાં બેક કરેલીનથી હોતી અને તેને ટાળવાનો રસ્તો ખૂબ જ સાંકળો હોય છે. ફેડરલ રિઝર્વ પાસે મોંઘવારીને ઘટાડવા માટે અત્યંત પાવરફૂલ ટૂલ છે અને તે તેનો બહેતર ઉપયોગ પણ કરી રહ્યું છે.

જેન હેઝિયસની આગેવાની ગોલ્ડમેનની ઇકોનોમિક ટીમે અમેરિકાના જીડીપીના વિસ્તારને 2.6%થી ઘટાડી 2.4% સુધી રહેવાની વાત કહી છે. 2023ના એસ્ટીમેટને 2.2%થી ઘટાડી 1.6% કરી દેવાયું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે સ્લોડાઉનથી બેરોજગારીના આંકડામાં વૃદ્ધિ થઈ શકે છે પણ ગોલ્ડમેન આશાન્વિત છે કે બેરોજગારીમાં ઝડપી વૃદ્ધિને ટાળી શકાશે.

ઈંધણનો ભાવ આકાશ આંબતો રહેશે
લૉયડ બ્લેન્કફિને કહ્યું કે જેવી જ સપ્લાય ચેન ઠીક થઈ જશે તો મોંઘવારી જતી રહેશે અને ચીનમાં કોરોના લૉકડાઉનમાં રાહત અપાશે તો પણ કેટલીક વસ્તુઓ ત્યારે પણ નહીં બદલાય જેમ કે ઈંધણના ભાવ. તેમણે કહ્યું કે વૈશ્વિકરણથી અમેરિકીઓને લાંબા સમય સુધી લાભ થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post