• Home
  • News
  • અક્ષય તૃતીયા પર બેંક કર્મચારીઓ માટે સારા સમાચારઃ સરકારે કરી ભથ્થાની જાહેરાત, 8 લાખથી વધુ સરકારી કર્મચારીઓને મળશે લાભ
post

કોરોના કાળની સ્થિતિમાં અક્ષય તૃતીયાંના પર્વ પર કેન્દ્ર સરકાર દ્નારા ભથ્થાની જાહેરાત કરાતા સરકારી બેંકોના કર્મચારીઓને બહુ મોટી રાહત મળી છે. જોકે, હજુ પણ કેન્દ્ર સરકારના અન્ય વિભાગોના કર્મચારીઓ મોંધવારી ભથ્થાની રાહ જોઈને બેઠાં છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-14 10:07:03

નવી દિલ્લીઃ અખાત્રીજના પર્વ પર સરકારી બેંકના કર્મચારીઓ માટે ખુશખબરી આવી છે. કેન્દ્ર સરકારે ભથ્થાની જાહેરાત કરી છે. જેથી સરકારી બેંકોમાં કામ કરતા 8 લાખથી વધારે કર્મચારીઓને તેનો સીધો લાભ મળશે. જાહેર ક્ષેત્રની બેંકો (PSB)નાં લગભગ 8.5 લાખ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) નક્કી કરવામાં આવ્યું છે. આ DA મે, જૂન અને જુલાઈ 2021 માટે છે. ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) એ તેની જાહેરાત કરી છે. 

ભથ્થું નક્કી કરવાનું શું છે ધારા-ધોરણ?
IBA
નાં જણાવ્યા અનુસાર, ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની AIACPI સરેરાશ 7818.51 છે. તેનાથી DA Slab 367  (7818.51 – 6352 = 1466.51/4= 367 Slabs) બને છે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માટે DA 374 Slabs હતો. તેમાં 7 Slabs ઘટાડો થયો છે. તેથી, આ વખતે DAની ગણતરી બેઝિક પેના 25.69% થયો છે. જે પાછલા ત્રિમાસિક કરતા લગભગ 0.49% ઓછું છે. 

કેન્દ્ર અન્ય વિભાગોમાં કર્મચારીઓ જોઈ રહ્યાં છે ભથ્થાની રાહઃ
જોકે, કેન્દ્ર સરકારનાં 52 લાખથી વધુ કર્મચારીઓ હજી પણ તેમના મોંઘવારી ભથ્થામાં વધારો થવાની રાહ જોઈ રહ્યા છે. કોવિડને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેમનું મોંઘવારી ભથ્થું બંધ કરી દીધું છે. ઓલ ઇન્ડિયા એવરેજ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ AIACPIનાં આંકડા બહાર આવ્યા પછી ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ આ જાહેરાત કરી છે. આ વખતે બેંક કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 7 સ્લેબનો ઘટાડો થયો છે. 

ઉલ્લેખનીય છેકે, ગયા વર્ષે ઓક્ટોબર 2020 માં AIACPI વધીને 7855.76 પર પહોંચી ગઇ હતી. બાદમાં, તેમાં વધારો નોંધવામાં આવ્યો. નવેમ્બર અને ડિસેમ્બરમાં તે અનુક્રમે 7882.06 અને 7809.74 થઇ ગઇ.

 

adv

Related News

post
post
post
post
post
post
post