• Home
  • News
  • મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે સારા સમાચાર:ફેબ્રુઆરીમાં દેશભરમાં 100% કેપિસિટીની સાથે ખૂલશે સિનેમા હોલ, જાહેર થઈ નવી ગાઇડલાઇન્સ
post

સિનેમાઘરોમાં આવનારા તમામ લોકો માટે મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-01 11:24:05

વર્ષ 2020માં કોરોન વાઇરસની મહામારીને કારણે સિનેમાઘરોને બંધ કરવામાં આવ્યા હતા, જે બાદ અત્યારસુધીમાં થિયેટર્સમાં 100 ટકાની ક્ષમતાની સાથે દર્શકોને બેસાડવાની મંજૂરી ન હતી, પરંતુ હવે કેન્દ્રએ 1 ફેબ્રુઆરીથી સિનેમા હોલને 100% ક્ષમતાથી સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે. નવી ગાઈડલાઈન્સમાં સરકારે સિનેમા હોલને 100% કેપિસિટીની સાથે સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી હતી. હવે આ સંબંધમાં સુચના અને પ્રસારણ મંત્રાલયે સિનેમા હોલ અને સિનેમાઘરો માટે SOP જાહેર કરવામાં આવી છે.

થિયેટર્સમાં લાગુ થશે આ નિયમ

·         મંત્રાલય દ્વારા જાહેર SOP અંતર્ગત થિયેટર્સ અને સામાન્ય ક્ષેત્રોમાં ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર બનાવી રાખવું જરૂરી હશે.

·         સિનેમાઘરોમાં પ્રવેશ કરનારાઓને માસ્ક લગાવવું ફરજિયાત હશે.

·         સિનેમાહોલમાં પ્રવેશ કરનાર અને બહાર નીકળનાર લોકો માટે દરેક દરવાજા પર સેનિટાઈઝરની વ્યવસ્થા હોવી જરૂરી છે.

·         સિનેમા હોલમાં થૂંકવાનું મનાઈ રહેશે.

·         સિનેમાઘરોમાં આવનારા તમામ લોકો માટે મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે.

·         આ તમામ નિયમ 1લી ફેબ્રુઆરીથી લાગુ થશે અને 100%ની કેપિસિટી સાથે સિનેમા હોલ કાર્ય કરશે.

આ નિયમોનું પણ ધ્યાન રાખવું જરૂરી
આ ઉપરાંત પાર્કિગ લોટ્સ અને સિનેમા હોલની આસપાસ ભીડ પર નિયંત્રણ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. પાર્કિગમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અનિર્વાય હશે. સાથે જ લિફ્ટમાં વધુ લોકોની સાથે જવાની મનાઈ હશે. સિનેમા હોલના કોમન એરિયા, લોબી અને વોશરૂમની બહારે ઈન્ટર્વલનો સમય ભીડ એકઠા કરવાની પણ મનાઈ. ઈન્ટર્વલમાં દર્શકો પોતાની સીટ ન છોડવા માટે કહેવામાં આવી શકે છે, સાથે જ લાંબા ઈન્ટર્વલ પણ રાખવામાં આવશે, જેમાં નિયમો મુજબ અલગ અલગ સીટ પર બેસનાર લોકોને ઓડિટોરિયમમાં મૂવમેન્ટ કરવાની સહેલાય રહે.

ટોપ 10 ફિલ્મો રિલીઝ માટે તૈયાર

ફિલ્મ

કલાકાર

સંભવિત રિલીઝ

સૂર્યવંશી

અક્ષય / કેટરિના

14 ફેબ્રુઆરી પછી

83

રણવીર સિંહ

માર્ચ પ્રથમ વીકમાં

બેલબોટમ

અક્ષય/હુમા કુરેશી

2 એપ્રિલ

રાધે

સલમાન / દિશા

ઈદ પર

સત્યમેવ જયતે 2

જોન અબ્રાહમ

14 મે

શર્માજી નમકીન

પરેશ રાવલ

4 સપ્ટેમ્બર

ધાકડ

કંગના રનૌત

1 ઓક્ટોબર

લાલસિંહ ચડ્ડા

આમિર ખાન

તારીખ નક્કી નથી

મેદાન

અજય દેવગન

15 ઓક્ટોબર

જર્સી

શાહિદ કપૂર

5 નવેમ્બર

 

adv

Related News

post
post
post
post
post
post
post