• Home
  • News
  • EU કોર્ટમાં ‘રાઇટ ટુ બી ફર્ગોટન’ કેસ ગુગલે જીત્યો
post

2015માં ફ્રાન્સની પ્રાઇવેસી વોચડોગ કંપની CNILએ ગુગલ સામે કેસ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 16:47:04

2015માં ફ્રાન્સની પ્રાઇવેસી વોચડોગ કંપની CNILએ ગુગલ સામે કેસ કર્યો હતો. તેમાં ગુગલને રજૂઆત કરવામાં આવી હતી તેમના સર્ચ રિઝલ્ટમાં આવતી વ્યક્તિગત માહિતીને ડિલીટ કરવામાં આવે . તેને રાઇટ ટુ બી ફર્ગોટનકહેવામાં આવ્યું હતું. રાઇટ ટુ બી ફર્ગોટનઅંતર્ગત કોઇ અરજદાર તેની જૂની, સંવેદનશીલ, ખાનગી અથવા નકામી માહિતી/ડેટાની લિન્કને હટાવવા માટે કહી શકે છે. ફ્રાન્સે જ્યારે ગુગલને આવુ કરવા કહ્યું તો એ સમયે ગુગલે ના પાડી દીધી હતી. તેથી CNILએ કંપની પર 1 લાખ યૂરોનો દંડ ફટકાર્યો હતો. આ દંડ વિરુદ્ધ ગુગલે ફ્રાન્સની કાઉન્સિલ ઓફ સ્ટેટમાં અરજી કરી હતી. આ કાઉન્સિલે બાદમાં માર્ગદર્શન માટે યૂરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસમાં મામલો મુક્યો હતો. હવે યુરોપની આ ટોપ કોર્ટે કહ્યું છે કે જો ગુગલને આવી કોઇ લિન્ક ડિલીટ કરવા માટે અરજી આવે તો માત્ર યુરોપના યુઝર્સની માહિતી ડિલીટ કરવાની રહશે, આખા વિશ્વમાં તે બાબત લાગૂ થતી નથી. આ રીતે ગુગલને આ મામલામાં મોટી રાહત થઇ છે.

2015માં જ્યારે CNILએ ગુગલને હુકમ કર્યો ત્યારે આ માહિતી વૈશ્વિક સ્તર પર ડિલીટ કરવા જણાવ્યું હતું. તેમાં સર્ચ રિઝલ્ટમાં કોઇ વ્યક્તિ વિશે ખોટી અથવા માનહાનિ થાય તેવી માહિતી હોય તેને હટાવવા કહ્યું હતું. ત્યારબાદ ગુગલે જીઓબ્લોકીંગ ફીચર એડ કર્યું જેમાં ડિલિસ્ટ થયેલી લિન્કને યુરોપના યુઝર જોઇ નહીં શકે. પરંતુ તેનાથી વિશ્વના અન્ય દેશોમાં પણ સર્ચ રિઝલ્ટમાં તે નાકાબંધી લાગૂ થઇ ગઇ.

ગુગલે દલીલ કરી હતી કે આ પ્રકારના બંધનનું અમુક સરમુખત્યારશાહી વાળી સરકારો ફાયદો ઉઠાવી શકે છે જેમાં માનવઅધિકાર ઉલ્લંઘનને કવર મળી શકે છે. અને આ વાત યુરોપ સિવાયના દેશોમાં લાગૂ પડે છે . આ ચૂકાદો આવ્યા બાદ કંપનીએ ખુશી વ્યક્ત કરીને કહ્યું હતું કે અમારી દલીલને કોર્ટે માની તે સારી બાબત છે. ગુગલને માઇક્રોસોફ્ટ, વિકીપીડિયા, ધ નોન પ્રોફીટ રિપોર્ટર્સ કમિટી ઓફ ફ્રીડમ ઓફ પ્રેસ અને અન્ય સંસ્થાઓએ પણ આ મુદ્દે સમર્થન આપ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post