• Home
  • News
  • સરકારી વીમા કંપનીઓએ પાંચ વર્ષમાં હેલ્થ બિઝનેસમાં રૂ. 26,364 કરોડનું નુકશાન
post

રિપોર્ટ અનુસાર ખાનગી કંપનીઓની સરખામણીમાં હેલ્થ ઈન્શ્યોરન્સ સેગમેન્ટમાં સરકારી વીમા કંપનીઓનો બજાર હિસ્સો સતત ઘટી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-09 18:08:28

અમદાવાદ: જાહેર ક્ષેત્રની ચારેય વીમા કંપનીઓ (PSU)એ છેલ્લા પાંચ વર્ષમાં આરોગ્ય વીમા કારોબારમાં રૂ. 26,364 કરોડની ખોટ કરી છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના રિપોર્ટમાંથી આ આંકડો મળી આવ્યો છે. સંસદમાં રજૂ કરાયેલા તાજેતરના CAGના અહેવાલ મુજબ જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓના સ્વાસ્થ્ય વીમા સેગમેન્ટમાં થયેલા નુકસાને અન્ય નફો કરતા કારોબારો સામે અડચણ ઉભી થઈ છે.

અહેવાલ મુજબ નાણાંકીય વર્ષ 2016-17થી 2020-21 દરમિયાન આ ચાર વીમા કંપનીઓ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL), યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (UICL), ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (OICL) અને નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (NICL)નું કુલ નુકસાન રૂ. 26,364 કરોડ હતું.

રિપોર્ટ અનુસાર ખાનગી કંપનીઓની સરખામણીમાં હેલ્થ ઈન્શ્યોરન્સ સેગમેન્ટમાં સરકારી વીમા કંપનીઓનો બજાર હિસ્સો સતત ઘટી રહ્યો છે.

સરકાર હસ્તકની વીમા કંપનીઓ માટે આરોગ્ય વીમો, બીજો સૌથી મોટું બિઝનેસ સેગમેન્ટ છે. તેમનો સૌથી મોટો કારોબાર, પ્રથમ સ્થાને ઓટો ઈન્શ્યોરન્સ સેગમેન્ટ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ કારોબારનું ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ રૂ. 1,16,551 કરોડ રહ્યું છે.

CAGના ઓડિટમાં જાણવા મળ્યું છે કે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓએ વિભાગની ગાઈડલાઈનનું પણ પાલન કર્યું નથી અને ગ્રુપ આરોગ્ય વીમા સેગમેન્ટમાં આ કંપનીઓનો સંયુક્ત ગુણોત્તર 125થી 165 ટકા હતો. દાવાઓના સંચાલન અંગે અહેવાલમાં જણાવાયું છે કે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓની IT સિસ્ટમમાં ચકાસણી અને નિયંત્રણોનો અભાવ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post