• Home
  • News
  • વડાપ્રધાન મોદીને ‘ડિવાઈડર ઈન ચીફ’ કહેનારા લેખકનું OCI કાર્ડ સરકારે છિનવ્યું
post

વડાપ્રધાન મોદીને ‘ડિવાઈડર ઈન ચીફ’ કહેનારા લેખકનું OCI કાર્ડ સરકારે છિનવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 11:04:37

નવી દિલ્હી : બ્રિટનમાં જન્મેલા લેખક આતિશ અલી તાસીરે ઓવરસીસ સિટિઝન ઓફ ઈન્ડિયા’ (OCI) કાર્ડ પરત લઈ લીધું છે. કાર્ડ પરત લઈ લેવા પાછળનું કારણ છે કે તેમણે એ હકીકત છુપાવી હતી કે તેમના પિતા મૂળ પાકિસ્તાની હતા. ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે નાગરિકત્વ અધિનિયમ 1955 અનુસાર, તાસીર ઓસીઆઈ કાર્ડ માટે અયોગ્ય સાબિત થયા છે કારણ કે ઓસીઆઈ કાર્ડ કોઈ એવા વ્યક્તિને આપવામાં નથી આવતું કે જેમના માતા-પિતા અથવા દાદા-દાદી પાકિસ્તાની હોય. આ નિયમ અંગે આતિશ અલીને જાણ હતી તેમ છતા પણ તેણે આ વાત છુપાવી હતી. 

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે નાગરિકત્વ અધિનિયમ 1955 અનુસાર, જો કોઈ વ્યક્તિએ દગાથી કે છેતરપિંડી કરીને અથવાતો હકીકત છુપાવીને ઓસીઆઈ કાર્ડ મેળવ્યું હોય તો ઓસીઆઈ કાર્ડ ધારક તરીકેની તેની ઉમેદવારી રદ્દ કરી દઈ તેમને બ્લેક લીસ્ટમાં નાખી દેવામાં આવશે. આ ઉપરાંત ભવિષ્યમાં તેમના ભારત પ્રવેશ પર પણ રોક લગાવી દેવામાં આવે છે. તાસીર પાકિસ્તાનના સ્વર્ગસ્થ નેતા સલમાન તાસીર અને ભારતીય પત્રકાર તવલીન સિંહના પુત્ર છે. 


પ્રવક્તાએ એ વાતને તદ્દન પાયાવિહોણી ગણાવી કે સરકાર ટાઈમ મેગેઝીનમાં વડાપ્રધાન મોદીને ડિવાઈડર ઈન ચીફકહ્યા બાદથી સરકાર તેમનું ઓસીઆઈ કાર્ડ રદ્દ કરવા વિશે વિચારી રહી હતી. ગૃહ મંત્રાલયના નિવેદન પર તાસીરે ટ્વિટર પર જણાવ્યું કે તેમને જવાબ આપવા માટે 21 દિવસનો નહીં પરંતુ ફક્ત 24 કલાકનો જ સમય આપવામાં આ‌વ્યો છે.