• Home
  • News
  • સરકારે કહ્યું-'SC કોલેજિયમમાં અમારા પ્રતિનિધિ સામેલ કરે':કાયદા મંત્રીએ CJIને પત્ર લખ્યો, કહ્યું- આનાથી 25 વર્ષ જૂની સિસ્ટમમાં પારદર્શિતા આવશે
post

કોલેજિયમમાં 5 સભ્યો હોય છે. CJI આમાં મુખ્ય છે. આ સિવાય 4 સૌથી વરિષ્ઠ જજ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 18:57:25

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને સલાહ આપી છે કે કોલેજિયમમાં તેમના પ્રતિનિધિને પણ સામેલ કરવામાં આવે. કાયદા મંત્રી કિરણ રિજિજુએ CJIને ચિટ્ઠી લખીને કહ્યું કે, જજની નિમણૂક પ્રક્રિયામાં સરકારી પ્રતિનિધિ સામેલ કરવાથી સિસ્ટમમાં પારદર્શિતા આવશે અને જનતા પ્રત્યેની જવાબદારી પણ નિશ્ચિત કરવામાં આવશે.

કિરણ રિજિજુએ ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે કોલેજિયમ સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ છે. તેમણે કહ્યું હતું કે, હાઈકોર્ટમાં પણ જજોની નિમણૂક પ્રક્રિયામાં સંબંધિત રાજ્ય સરકારે પોતાના પ્રતિનિધિને સામેલ કર્યા છે. લોકસભાના ડેપ્યુટી સ્પીકરે એમ પણ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ ઘણીવાર વિધાનસભાના કામકાજમાં દખલ કરે છે.

આ મામલે દિલ્હી મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ ખૂબ ખતરનાક છે. ન્યાયિક નિમણૂકોમાં સરકારની દખલગીરી બિલકુલ ન હોવી જોઈએ.

કેન્દ્રના સવાલ અને જજોની નિમણૂક પર બે સવાલ...
પહેલો-શું સુપ્રીમ કોર્ટ સૂચન સ્વીકારશે?
એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કાયદા મંત્રીના સૂચનને સુપ્રીમ સ્વીકારે, તે મુશ્કેલ છે. CJI ચંદ્રચૂડના પ્રતિનિધિમાં કોલેજિયમમાં 5 અન્ય સભ્યો પણ છે. તેમાં જસ્ટિસ એસ.કે કોલ, જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર, જસ્ટિસ કે.એમ જોસેફ, જસ્ટિસ એમ આર શાહ, જસ્ટિસ સંજીવ ખન્નાનો સમાવેશ થાય છે. પહેલા તેમાં CJI સિવાય ચાર અન્ય સભ્યો હતા. જેમાં CJIનો કોઈ પણ ઉત્તરાધિકારી નહતો. આથી જસ્ટિસ સંજીવ ખન્નાએ છઠ્ઠા નંબરના સભ્ય તરીકે કોલેજિયમમાં સામેલ કરવામાં આવ્યા, જે CJIના ઉત્તરાધિકારી છે.

કોલેજિયમ આ સૂચનને સુપ્રીમ કોર્ટની સરકાર દ્વારા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન એક્ટ (NJAC) લાવવાના નવા પ્રયાસ તરીકે જોઈ રહ્યું છે. NJAC 2015માં સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ ઓક્ટોબર 2015માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે તેને ગેરબંધારણીય જાહેર કરી હતી.

બીજો-કેન્દ્ર જજોની નિમણૂકમાં કેવો બદલાવ ઈચ્છે છે?
જે NJACને સુપ્રીમ કોર્ટે 2015માં ગેરબંધારણીય ગણાવ્યો હતો. તેમાં જજોની નિમણૂકને લઈને ફેરફાર આપવામાં આવ્યા હતા. તેમાં NJACની આગેવાની CJIએ કરવાની હતી. તેના સિવાય 2 સૌથી વરિષ્ઠ જજોને રાખવાના હતા. તે સિવાય કાયદા મંત્રી અને 2 પ્રતિષ્ઠિત લોકોને NJACમાં રાખવાની વ્યવસ્થા હતી. પ્રતિનિધિ લોકોની નિમણૂક વડાપ્રધાન, વિપક્ષ નેતા અને CJIના પેનલ દ્વારા કરવાની વ્યવસ્થા હતી.

આ વિવાદ ક્યારથી અને કેવી રીતે શરૂ થયો
1.
જસ્ટિસ રૂમા પાલનું નિવેદન
સુપ્રીમ કોર્ટની પૂર્વ જજ રૂમા પાલે લગભગ એક દાયકા પહેલા કોલેજિયમ સિસ્ટમની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોલેજિયમ પ્રક્રિયાએ એવી ધારણા બનાવી છે કે જેમાં તમે મારો બચાવ કરો અને હું તમારો. કોલેજિયમ પ્રક્રિયાથી એક જજની ઉચ્ચ અદાલતમાં નિમણૂક થાય છે, આ સિસ્ટમ દેશના શ્રેષ્ઠ ગુપ્ત રહસ્યોમાંનું એક છે.

2. જજોના નામોને મંજૂરી આપવામાં કેન્દ્રનો વિલંબ
કેન્દ્ર સરકાર પર આરોપ છે કે તે કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા નામોને મંજૂરી આપવામાં વિલંબ કરી રહી છે. કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી લગભગ 104 ભલામણો સરકાર પાસે પેન્ડિંગ છે. જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ત્યારે કોર્ટે સરકારને પેન્ડિંગ નામોને વહેલી તકે સાફ કરવા કહ્યું.

3.કેન્દ્ર અને બંધારણીય સંસ્થાઓની ટિપ્પણી
કાયદા મંત્રી કિરણ રિજિજુએ કોલેજિયમ સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, જજોની નિમણૂકમાં સરકારની ખૂબ મર્યાદિક ભૂમિકા છે. જ્યારે જજોની નિમણૂક કરવી સરકારનો અધિકાર છે. રિજિજુએ કહ્યું કે બંધારણ અનુસાર જજોની નિમણૂક કરવી સરકારનું કામ છે, પરંતુ 1998માં સુપ્રીમ કોર્ટે પોતાની કોલેજિયમ સિસ્ટમ શરૂ કરી.

દુનિયાભરમાં ક્યાંય પણ એક જજ બીજા જજની નિમણૂક નથી કરતા. જજનું મુખ્ય કામ ન્યાય આપવું છે, પરંતુ મેં નોટિસ કર્યું છે કે, અડધાથી વધુ સમય જજ બીજા જજની નિમણૂકના નિર્ણય વિશે વિચારી રહ્યા હોય છે. તેનાથી ન્યાય આપવાનું તેમનું મુખ્ય કામ પ્રભાવિત થાય છે.

4.સુપ્રીમ કોર્ટે આની પર પોતાનો પક્ષ રાખ્યો
કોલેજિયમ પ્રણાલીને લઈને ચાલી રહેલા નિવેદનબાજી વચ્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેની વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી યોગ્ય નથી. આ દેશનો કાયદો છે અને દરેકે તેનું પાલન કરવું જોઈએ. બીજી તરફ જજની નિમણૂકને લઈને સરકારના વિલંબ પર સુપ્રીમે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે કોલેજિયમ તરફથી મોકલેલા નામને હોલ્ડ રાખવા સ્વીકાર્ય નથી.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં પાંચ સભ્યો છે
કોલેજિયમમાં 5 સભ્યો હોય છે. CJI આમાં મુખ્ય છે. આ સિવાય 4 સૌથી વરિષ્ઠ જજ છે. અત્યારે તેમાં 6 જજો છે. તે કોલેજિયમ છે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક કરે છે અને કેન્દ્રને તેમના નામની ભલામણ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post