• Home
  • News
  • રિપોર્ટ : પર્યાવરણ સંસ્થા ગ્રીનપીસે કહ્યું- દિલ્હીમાં પ્રદૂષણ 25% ઘટવાનો આમ આદમી પાર્ટીનો દાવો ખોટો
post

રિપોર્ટ : પર્યાવરણ સંસ્થા ગ્રીનપીસે કહ્યું- દિલ્હીમાં પ્રદૂષણ 25% ઘટવાનો આમ આદમી પાર્ટીનો દાવો ખોટો

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 10:07:00

નવી દિલ્હી: પર્યાવરણ માટે કામ કરતી બિન સરકારી સંસ્થા ગ્રીનપીસ ઈન્ટરનેશનલે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાના આમ આદમી પાર્ટીના દાવાને ખોટો સાબીત કર્યો છે. ગ્રીનપીસ પ્રમાણે દિલ્હીમાં છેલ્લાં થોડા વર્ષોમાં પ્રદૂષણનું સ્તર 25 ટકા નથી ઘટ્યું. સંસ્થાએ કહ્યું છે કે, જો દિલ્હી અને આસપાસના રાજ્યોમાં વાયુ ગુણત્તા અને સેટેલાઈટ ડેટા સાથે પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણોના વધતા વપરાશના આંકડાને જોઈએ તો સરકારે જે છેલ્લા કેટલાક વર્ષોમાં 25 ટકા પ્રદૂષણ ઘટવાનો દાવો કર્યો તે ખોટો છે.


કેજરીવાલનો દાવો- પીએમ 2.5ના સ્તરમાં 25 ટકાનો ઘટાડો થયો :

·         હકીકતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક સમયથી સરકારી જાહેરાતમાં દાવો કરી રહ્યા છે કે, દિલ્હીમાં પીએમ 2.5ના સ્તર 2012-14ના 154ના એવરેજથી 2016-18માં 115 સુધી આવી ગયું છે. આ પીએમ 2.5માં અંદાજે 25 ટકાનો ઘટાડો આવ્યો છે.


·         જોકે ગ્રીનપીસ ઈન્ડિયાના સેટેલાઈટ ડેટા પ્રમાણે કહેવામાં આવ્યું છે કે, 2013થી 2018 સુધી પીએમ 2.5ના સ્તરમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. છેલ્લાં ત્રણ વર્ષની સરખામણીએ માત્ર 2018ના અમુક મહિનાઓમાં પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.


2018માં પીએમ 10નું સ્તર પણ વધારે રહ્યું- ગ્રીનપીસ :
ગ્રીનપીસ પ્રમાણે દિલ્હીમાં સરકારના દાવાની વિરુદ્ધ રાજ્યમાં પીએમ 10ના સ્તરમાં વધારો થયો છે. એનજીઓ પ્રમાણે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સીપીસીબીના એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનના આંકડા પ્રમાણે 2018માં પીએમ 10નું સ્તર 2013, 2014 અને 2015થી વધારે રહેશે. આ વર્ષે માર્ચમાં ગ્રીનપીસ ઈન્ડિયા અને એર વિઝ્યુઅલ રિપોર્ટે દિલ્હીને દુનિયાનું સૌથી પ્રદૂષિત પાટનગર જાહેર કર્યું છે.


આમ આદમી પાર્ટીએ ગ્રીનપીસનો રિપોર્ટ નકાર્યો : 
ગ્રીનપીસના રિપોર્ટ પર આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે, તેમના માટે આ વિશ્લેષણ ચિંતાનો વિષય નથી. ભારદ્વાજે કહ્યું કે, કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહી ચૂક્યા છે કે, દિલ્હીમાં પ્રદૂષણ ઘટ્યુ છે અને ઓક્ટોબર-નવેમ્બરમાં પ્રદૂષણ પરાળી સળગાવવાના કારણે થઈ રહ્યું છે.