• Home
  • News
  • રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવમાં જિયોમાર્ટ સૌથી સસ્તું તો ડિસ્કાઉન્ટની ટકાવારીમાં ગ્રોફર્સમાં વધુ ફાયદો
post

15 કરોડથી વધુ લોકો ઓનલાઇન ગ્રોસરી ખરીદ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-22 09:23:14

તહેવારોનો સમય છે, એવા સમયે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મળી રહ્યાં છે. રિલાયન્સના જિયોમાર્ટ માટે લોન્ચિંગ બાદ તહેવારોની આ પહેલી મોસમ છે. રોજિંદા વપરાશની વસ્તુઓ અથવા તો ગ્રોસરીની 15 આઈટમની ખરીદી માટે જિયોમાર્ટ, બિગ બાસ્કેટ અને ગ્રોફર્સ જેવાં ઓનલાઈન ગ્રોસરી પ્લેટફોર્મ પર ઓર્ડર કર્યો અને જાણ્યું કે કંઈ કંપનીના ઇ-ગ્રોસરી પ્લેટફોર્મ પર જવાથી ગ્રાહકોને વધુ ફાયદો થાય છે.

15 કરોડ લોકો ઓનલાઇન ગ્રોસરી ખરીદે છે
એક રિપોર્ટ મુજબ, ભારતમાં અત્યારે અંદાજે 15 કરોડ લોકો ગ્રોસરી અથવા રોજિંદા વપરાશની જીવન જરૂરિયાતની વસ્તુઓની ઓનલાઈન ખરીદી કરે છે. કોરોના આવ્યા બાદ લાગેલા લોકડાઉનના કારણે એમાં ઘણો જ વધારો થયો છે. બિગ બાસ્કેટ અને ગ્રોફર્સ જેવા ઈ-ગ્રોસરી સ્ટોર્સ સંયુક્ત રીતે 75% જેવું માર્કેટ ધરાવે છે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ પણ ઘણા પ્લેયર્સ સક્રિય છે. લોકડાઉનમાં ડી-માર્ટે પણ ઓનલાઈન શોપિંગની શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં તેણે આ સર્વિસ બંધ કરી હતી.

જિયોમાર્ટ સૌથી સસ્તું
ભારતમાં રિલાયન્સ ગ્રુપના ઓનલાઈન ગ્રોસરી પ્લેટફોર્મ જિયોમાર્ટની શરૂઆત આ જ વર્ષે જુલાઈમાં થઇ હતી. ત્રણ મહિનાના ગાળામાં જ ગૂગલ પ્લેસ્ટોર પર 50 લાખ લોકોએ જિયોમાર્ટની એપ ડાઉનલોડ કરી છે. દિવ્ય ભાસ્કરે ગ્રોફર્સ, બિગ બાસ્કેટ અને જિયોમાર્ટ પર ખાદ્યતેલ, ઘી, બેસન, દાળ, સાબુ, વોશિંગ પાઉડર, બટર સહિત 15 ચીજોનો ઓર્ડર કર્યો હતો. આ ત્રણેયમાં સૌથી ઓછું બિલ જિયોમાર્ટ પર આવ્યું હતું. જિયોમાર્ટની તુલનામાં અન્ય પ્લેટફોર્મ્સ અંદાજે રૂ. 50-200 જેટલાં મોંઘાં છે.

ઓર્ડર ડિલિવરીમાં ત્રણેય પ્લેટફોર્મ્સ સરખાં
કરેલા ઓર્ડરની ડિલિવરીની બાબતમાં ગ્રોફર્સ, બિગ બાસ્કેટ અને જિયોમાર્ટ ત્રણેય અંદાજે 12 કલાકનો સમય લે છે. બહુ મોટો ઓર્ડર હોય તોપણ 15 કલાકની અંદર સામાન પહોંચાડી દેવામાં આવે છે.

MRP પર ડિસ્કાઉન્ટની ટકાવારી ગ્રોફર્સમાં વધુ
દિવ્ય ભાસ્કરે બિલમાં બતાવેલી MRP અને ફાઈનલ બિલ અમાઉન્ટ વચ્ચે જે ડિસ્કાઉન્ટ મળે છે તે મુજબ ગ્રોફર્સમાં સૌથી વધુ વળતર મળે છે. ગ્રોફર્સ પર 15 વસ્તુની કુલ MRP રૂ. 4,091 થતી હતી અને તેના ઉપર 20.92% ડિસ્કાઉન્ટ મળે છે. એની સામે બિગ બાસ્કેટમાં 17.07% અને રિલાયન્સ જિયોમાર્ટમાં 11.21% ડિસ્કાઉન્ટ જોવા મળ્યું હતું. જોકે જિયોમાર્ટ પર ગ્રાહકોને વધુ ફાયદો થાય છે, કેમ કે ફાઈનલ બિલ અમાઉન્ટ એમાં સૌથી ઓછી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post