• Home
  • News
  • જમ્મુથી ગ્રાઉન્ડ રિપોર્ટ: હવે કાફલા સાથે ડોગ સ્ક્વોડ અને મોબાઈલ બંકર પણ ચાલે છે, CRPFએ કહ્યું- અમારો જોશ હંમેશા હાઈ
post

14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં જમ્મુ-કાશ્મીર હાઈવે પર સીઆરપીએફના કાફલા પર હુમલો થયો હતો, 40 જવાન શહીદ થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-14 11:31:22

જમ્મુ: પુલવામા હુમલાની પહેલી વરસી છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-શ્રીનગર હાઈવે પર હુમલામાં 40 CRPF જવાન શહીદ થયા હતા. એક વર્ષની અંદર સીઆરપીએફ દ્વારા સુરક્ષા સેનાને મજબુત કરવા માટે સ્ટેન્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસપીઓ)ને કડક રીતે લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને સેનાએ પોતાને પણ આધુનિક ઓબ્ઝર્વેશન તંત્ર હેઠળ વિકસીત કર્યું છે. સીઆરપીએફની 166મી બટાલિયનના ડેપ્યૂટી કમાન્ડર શિવાનંગ સિંહે વાત કરતાં કહ્યું છે કે, ઓબ્ઝર્વેશન અને તપાસ માટે દરેક યુનિટ પાસે તેમની એક ડોગ સ્ક્વોડ છે. હાઈવેનું પેટ્રોલિંગ કરનાર ટીમ પાસે સમગ્ર લેટેસ્ટ ગેઝેટ્સ છે. કાફલા સાથે ક્વિક રિસ્પોન્સ ટીમ અને મોબાઈલ બંકર્સ પણ ચાલતા હોય છે.

હુમલા વખતે કોઈ પણ એસઓપીનું ઉલ્લંઘન નહતું થયું
શિવાનંદ સિંહે કહ્યું કે, પુલવામા હુમલા પછી અંદાજે 6 વખત અલગ અલગ રસ્તાઓ પર અમારા કાફલાને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના ઈશારે કામ કરતા આતંકીઓ દરેક વખતે નિષ્ફળ રહ્યા હતા. અમારા જવાનોનો જોશ હાઈ રહે છે. તેઓને હાઈવે પર મુસાફરી કરવાનો કોઈ ડર નથી. એક વર્ષ પહેલાં અમારા જવાનોના કાફલા પર હુમલો કરવામાં આવ્યો ત્યારે કોઈ પણ એસઓપીનું ઉલ્લંઘન કરવામાં નહતું આવ્યું. હુમલા પછી અમે નાના અને સુગઠિત કાફલા કાશ્મીર ખીણમાં મોકલવાનું શરૂ કર્યું, જેથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. રોજ આર્મી, CRPF, BSF સહિત કેન્દ્રીય સેનાના 3000-4000 જવાન જમ્મુથી શ્રીનગર આવે જાય છે.

CRPF કાફલાની સુરક્ષા માટે મહત્વનું પગલું લીધુ
સિંહે જણાવ્યું કે, એસઓપીને કડક રીતે લાગુ કરવાની સાથે સાથે અમારુ જોર રોડ ઓપનિંગ પાર્ટીને લેટેસ્ટ ગેઝેટ્સ આપવાનું છે જેથી તેઓ કાફલાના રસ્તામાં આઈઈડી અને અન્ય વિસ્ફોટકની ઓળખ કરી શકે. તેમણે કહ્યું- સહયોગી એજન્સીઓ સિવાય આર્મી પણ કોઈ પણ કાફલાની મુવમેન્ટ પહેલાં નેશનલ હાઈવેની તપાસ કરે છે. આઈઈડી બ્લાસ્ટના મોટા જોખમને ધ્યાનમાં રાખીને સીનિયર સુરક્ષા અધિકારી પણ વધારે એલર્ટ રહેવાનુ સુચન આપતા રહે છે. રસ્તામા કડક રીતે નજર રાખવામાં પણ અમે કોઈ બેદરકારી નથી રાખતા.

સિંહે કહ્યું કે, અમે વિસ્તારના દરેક યુનિટ્સને તેમની ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ યુનિટ્સ આપ્યા છે જેથી રિયલ ટાઈમમાં તેઓ કોઈ પણ પ્રકારના જોખમને જાણી શકે. 300 કિમી લાંબા જમ્મુ-કાશ્મીર હાઈવે પર તુરંત રિસ્પોન્સ કરવા માટે અમે સંવેદનશીલ જગ્યાઓ પર ક્વિક રિએક્શન ટીમ તહેનાત કરી છે. અમારી પેટ્રોલ પાર્ટીઝ સતત નેશનલ હાઈવેની દેખરેખ રાખે છે. વિસ્તારનું નિરિક્ષણ કરવા માટે તેમની પાસે સ્નિફર ડોગ છે. રોડ ઓપનિંગ પાર્ટી પણ તહેનાત કરવામાં આવે છે. તેઓ માઈન્સ અને બોમ્બની તપાસ કરે છે.

શિવાનંદ સિંહે કહ્યું, સંવેદનશીલ વિસ્તારમાં CRPFના સુરક્ષા ચેક પોઈન્ટ્સ પણ વધારી દેવામાં આવ્યા છે જેથી કાફલો સરળ રીતે મુવમેન્ટ કરી શકે. અમે કાફલામાં પ્રાઈવેટ બસ અને ટ્રક જેવા વાહનોને સામેલ કરવાનું બંધ કરી દીધું છે. સામાન્ય રીતે CRPFનો કાફલો એક દિવસના અંતરે પસાર થાય છે, જ્યારે આર્મી જમ્મુ ટ્રાન્ઝિટ કેમ્પમાં તેમના જવાનોને રોજ મોકલે છે. રજા પરથી પાછા આવ્યા પછી જવાન તે ટ્રાન્ઝિટ કેમ્પમાં રિપોર્ટ કરે છે. કેમ્પમાં રહેવાની પણ સુવિધા રાખવામાં આવી છે.

બિજબેહરાથી લઈને પમ્પોર સુધીનો વિસ્તાર મોતની જાળ
શિવાનંદ સિંહે કહ્યું, નેશનલ હાઈવે પર આવતા સર્વિસ રોડ, કટઆઉટ્સ અને ગામને જોડતા રસ્તાઓ સેના માટે ખૂબ મોટો પડકાર છે. બિજબેહરાથી દક્ષિણ કાશ્મીરના પમ્પોર સુધીના 35 કિમી સુધીનો વિસ્તાર સેના માટે મોતની જાળ સમાન છે. વિસ્તારમાં અગાઉ પણ સેના ઉપર ઘણાં હુમલા થયા છે અને ઘણું નુકસાન થયું છે. વિસ્તારમાં લશકર--તોઈબા, હિજબુલ મુઝાહિદ્દીન, જૈશના ઓવરગ્રાઉન્ડ વર્કર્સનું સારુ નેટવર્ક છે. તેઓ વિસ્તારમાં ઓવર ગ્રાઉન્ડ વર્કર્સના ઘરોનો ઉપયોગ છુપાવા માટે કરે છે. અને ત્યારપછી સેનાને ટાર્ગેટ કરે છે.

વર્ષે 20 આતંકી ઠાર કરાયા
પુલવામા હુમલાના તુરંત પછી સેનાએ કાશ્મીર ખીણમાં જૈશ--મોહમ્મદ લીડરશીપને ખતમ કરવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. સીઆરપીએફના કાફલા પર હુમલો કરનાર આદિલ અહમદ ડારને ટ્રેનિંગ આપનાર જૈશ આતંકીઓને હુમલાના 100 કલાકની અંદર સેનાએ ઠાર કરી દીધા હતા. તેમાં હુમલાના માસ્ટર માઈન્ડ અબ્દુલ રશીદ ગાઝી પણ સામેલ હતા. હુમલાના 3 મહિનાની અંદર જૈશના અંદાજે 24 આતંકીઓ ઠાર કરવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન આતંકવાદનો ગઢ માનવામાં આવતા દક્ષિણ કાશ્મીરમાં 160 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. એક જાન્યુઆરી 2020થી લઈને અત્યાર સુધી 20 આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે.

પુલવામા હુમલા પછી 30 માર્ચ 2019ના રોજ જમ્મુ-કાશ્મીર હાઈવે પર બનિહાલ પાસે સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. 17 જૂન 2019ના રોજ પુલવામામાં 44 રાષ્ટ્રીય રાઈફલ્સના મોબાઈલ પેટ્રોલ વ્હિકલને આઈઈડીથી ઉડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હુમલામાં 2 જવાન શહીદ થયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post