• Home
  • News
  • GST Collections 2021: જીએસટી કલેક્શનમાં 33 ટકાનો મોટો ઉઠાળો, સરકારી ખજાનામાં આ મહિને આવ્યા આટલા રૂપિયા
post

GST કલેક્શનના અંતર્ગત જુલાઈ મહિનામાં બમ્પર રકમ વસૂલવામાં આવી છે. આ મહિનામાં સરકારી ખજાનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી 1 લાખ 16 હજાર 393 કરોડ આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-02 11:51:34

નવી દિલ્હી: July GST Collections: GST કલેક્શનના અંતર્ગત જુલાઈ મહિનામાં બમ્પર રકમ વસૂલવામાં આવી છે. આ મહિનામાં સરકારી ખજાનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી 1 લાખ 16 હજાર 393 કરોડ આવ્યા છે. તમને જણાવી દઇએ કે, 2020 ની સરખામણીએ તેમાં 33 ટકાનો વધારો થયો છે. જુલાઈ 2020 માં જીએસટી કલેક્શન 87,422 કરોડ રૂપિયા હતું. તેમાં CGST 16,147 કરોડ, SGST 21,418 કરોડ અને IGST 42,592 કરોડ રૂપિયા હતું.

2021 માં બમ્પર જીએસટી કલેક્શન
ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2020 માં GST કલેક્શન 87,422 કરોડ રૂપિયા હતું. પરંતુ 33 ટકા વધારા સાથે 2021 નું જીએસટી કલેક્શનમાં સ્ટેટ જીએસટી (SGST) 28541 કરોડ, સેન્ટ્રલ જીએસટી (CGST) 22197 કરોડ અને IGST 57864 કરોડ છે. તમને જણાવી દઇએ કે, IGST માં 27,900 કરોડ ઇન્પોર્ટ આવ્યા છે. જ્યારે સેસથી 7,779 કરોડ રૂપિયા આવ્યા જેમાં 815 કરોડ રૂપિયા ઇન્પોર્ટેડ ગુડ્સ પર લાગતા સેસથી આવ્યા છે. જીએસટીનું આ કલેક્શન 1 જુલાઈથી 31 જુલાઈની વચ્ચે GSTR-3B ફાઇલિંગ દ્વારા થયું છે. આ ઉપરાંત તે દરમિયાન ઇન્પોર્ટેડ ગુડ્સ પર વસુલવામાં આવેલા IGST અને સેસને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું છે.

જુનમાં ડાઉન ગયો આંકડો
ઉલ્લેખનીય છે કે, સતત આઠ મહિના સુધી GST Collection એક લાખ કરોડને પાર કરવાની સાથે જૂન મહિનામાં 92,849 કરોડની સાથે જ આ એક લાખ કરોડથી નીચે આવ્યું હતું. તેમાં CGST થી 166,424 કરોડ, SGST થી 20,397 કરોડ અને IGST થી 49,079 કરોડ આવ્યા હતા.

કોરોના સંક્રમણ હતું ઘટાડાનું કારણ
જુનમાં જીએસટી કલેક્શનમાં ઘટાડો આવ્યો હતો કેમ કે, એપ્રિલ-મે માં દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો હતો. આ કારણથી લોકલ સ્તર પર લગભગ સમગ્ર દેશમાં લોકડાઉન લાગ્યું હતું. જુલાઈમાં કોરોનાથી રાહત મળતા જ જીએસટી કલેક્શન પણ વધ્યું છે. તેથી સ્પષ્ટ થાય છે કે ઇકોનોમીમાં ફરીથી ગતિ આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post