• Home
  • News
  • દુનિયાનું સૌથી ઊંચું જિરાફ / 12 વર્ષના જિરાફે 18 ફૂટ 8 ઇંચ ઊંચાઈથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ઊંચાઈ માપવા સ્પેશિયલ ગોઠવણ કરી હતી
post

જિરાફનું નામ ફોરેસ્ટ છે, તે ક્વીન્સલેન્ડમાં આવેલા ઓસ્ટ્રેલિયા ઝૂમાં રહે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-01 11:35:53

ઓસ્ટ્રેલિયાના ઝૂમાં રહેતા 12 વર્ષના જિરાફે તેની હાઈટથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ જિરાફનું નામ ફોરેસ્ટછે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડે તેને 18 ફૂટ 8 ઇંચની ઊંચાઈ સાથે દુનિયાનું સૌથી ઊંચું જિરાફ જાહેર કર્યું છે. આ જિરાફની ઊંચાઈ માપવામાં ઘણી મુશ્કેલી થઇ હતી તે ક્વીન્સલેન્ડમાં આવેલા ઓસ્ટ્રેલિયા ઝૂમાં રહે છે.

ઝૂમાં એકમાત્ર પુરુષ જિરાફ ફોરેસ્ટ છે
બિંડી ઈરવિને કહ્યું કે, ફોરેસ્ટનો જન્મ 2007માં ન્યૂ ઝીલેન્ડના ઓકલેન્ડમાં થયો હતો અને બે વર્ષ પછી તેને નવા ઘરે ટ્રાન્સફર કર્યો. તે ઘણો ઊંચો હતો. તે અમારા ઝૂમાં એકમાત્ર પુરુષ જિરાફ છે. અમને તેના પર ગર્વ છે. ફોરેસ્ટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જ્યારે પણ ઝૂમાં આવો તો ફોરેસ્ટને ચોક્કસથી મળો. અમે આ પ્રજાતિની દેખભાળ રાખી રહ્યા છીએ જેથી તેમની પેઢી આગળ વધતી જ રહે.

ટીમને વીડિયો શૂટ કરતા 1 મહિનાનો સમય લાગી ગયો
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણે, ફોરેસ્ટને દુનિયાના સૌથી ઊંચા જિરાફ જાહેર કરવાની પ્રોસેસ ઘણી મુશ્કેલી ભરી હતી. તેની હાઈટ માપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વીડિયો શૂટ કરવામાં અમને મહિનાનો સમય લાગી ગયો.

ફોરેસ્ટ 12 જિરાફનો પિતા છે
ફોરેસ્ટથી છેલ્લા 10 વર્ષમાં કુલ 12 જિરાફનો જન્મ થયો છે અને ટૂંક સમયમાં નાનકડાં જિરાફનો જન્મ થવાનો છે. ઓસ્ટ્રેલિયાના ઝૂમાં જિરાફની પેઢીને આગળ વધારવા માટે બ્રીડિંગ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post