• Home
  • News
  • સ્ટાર્ટ અપ કંપનીઓને શ્રેષ્ઠ વાતાવરણ પુરુ પાડવામા ગુજરાત અને કર્ણાટક ટોચે
post

એક કરોડથી ઓછી વસ્તી ધરાવતા નાના રાજ્યોમાં મેઘાલય પ્રથમ ક્રમે, યાદીમાં ૨૪ રાજ્યો અને સાત કેન્દ્ર શાસતિ પ્રદેશ સામેલ

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-05 09:58:42

નવી દિલ્હી: ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે જારી કરવામાં આવેલા રેન્કિંગ અનુસાર સ્ટાર્ટઅપ કંપનીઓને શ્રેષ્ઠ વાતાવરણ પુરુ પાડવામાં ગુજરાત અને કર્ણાટક ટોચ પર છે. એક કરોડથી ઓછી વસ્તી ધરાવતા નાના રાજ્યોની કેટેગરીમાં ટાર્ટઅપ કંપનીઓને શ્રેષ્ઠ વાતાવરણ પુરુ પાડવામાં મેઘાલય ટોચ પર છે. ડીપીઆઇઆઇટીએ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો વિકસિત કરવામાં શ્રેષ્ઠ દેખાવને આધારે આ યાદી તૈયાર કરી છે.

ગુજરાતે સળંગ ત્રીજા વર્ષે  આ યાદીમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે. આ રેન્કિંગ જારી કરવાનો ઉદ્દેશ રાજ્યોને સ્ટાર્ટ અપ કંપનીઓને શ્રેષ્ઠ વાતાવરણ પુરુ પાડવા માટે ઉત્સાહિત કરવાનો છે. આ કવાયતમાં ૨૪ રાજ્યો અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો. આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પાંચ કેટેગરી  બેસ્ટ પર્ફોમર્સટોપ પર્મ્ફોમર્સલીડર્સએસપિરિગ લિડર્સ અને ઇમરજિન્ગ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં રેન્ક આપવામાં આવ્યા છે. એક કરોડથી ઓછી વસ્તી ધરાવતા નાના રાજ્યોને આ પાંચ કેટેગરીમાં રેન્કિંગ આપવામાં આવ્યા છે. કેરળમહારાષ્ટ્ર,ઓડિશાતેલંગણા અને જમ્મુ-કાશ્મીરને ટોપ પર્ફોમર્સની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

 

પંજાબતમિલનાડુઉત્તરાખંડઉત્તર પ્રદેશઅંદામાન અને નિકોબાર ટાપુઅરૃણાચલ પ્રદેશ અને ગોવાને લિડર્સની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. છત્તીસગઢદિલ્હીમધ્ય પ્રદેશરાજસ્થાનચંડીગઢપુડુચેરી અને નાગાલેન્ડને એસપિરિંગ લિડર્સ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશબિહારમિઝોરંમ અને લદ્દાખને ઇમરજિંગ સ્ટાર્ટઅપ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલે સોમવારે આ રેન્કિંગ જાહેર કર્યા હતાં. ગોયલે વધુમાં જણાવ્યું હતું કે ભારત હાલમાં સ્ટાર્ટઅપની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા ક્રમે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post