• Home
  • News
  • તમિલનાડુના 6 સભ્યોના આતંકી ગ્રુપમાંથી એક વડોદરામાંથી-ત્રણ દિલ્હીમાંથી ઝડપાયા, ISIS માટે કામ કરતા હોવાની આશંકા
post

25 વર્ષ સુધીના યુવાનોની ભરતી કરી નવું મોડ્યુલ બનાવવા માંગતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 09:10:32

અમદાવાદ: એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે વડોદરાના ગોરવા ખાતેના પંચવટી સર્કલથી ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આંતકી જાફરને ઝડપી પાડ્યો હતો. વડોદરામાં આઈએસનો બેઝ ઊભો કરી રાજયમાં હુમલાની યોજનાનું પ્લાનિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં થયો છે. છેલ્લા પંદર દિવસથી જાફર વડોદરામાં ભાડાંનું મકાન રાખીને રહેતો હતો. દિલ્હી પોલીસે ગુરુવારે આઈએસના ત્રણ આતંકી પકડયા બાદ તેમનો સાગરિત વડોદરા છુપાયો હોવાના સેન્ટ્રલ એજન્સીઅે આપેલા ઈનપુટના આધારે એટીએસએ ઓપરેશન પાર પાડ્યું હતું. જાફર સાથે વધુ ચાર શકમંદોની પણ એટીએસએ અટકાયત કરી છે. મૂળ તામિલનાડુના આંતકીઓ પૈકીનો જાફર અલી મહોમદ ફલીકને વડોદરાના રણજીત રાઠોડ નામની વ્યક્તિએ પોતાનું મકાન ભાડે આપ્યું હતું અને અહીં તે પંદર દિવસથી રહેતો હતો. તેની સાથે અન્ય એક વ્યક્તિ પણ રોકાઇ હોવાનું પાડોશી મહિલાનું કહેવું છે.


બુલેટપ્રૂફ જેકેટ પહેરી ATSની ટીમ ત્રાટકી
ગોરવાના મધુનગરના મકાનમાં આઈએસના 3 આતંકી છુપાયા હોવાની બાતમીએ એટીએસ વડોદરા પોલીસને સાથે રાખી પહોંચી હતી. અધિકારીઓ બુલેટપ્રૂફ જેકેટ પહેરીને સુમોમાંથી ઉતર્યા ત્યારે ત્યાં કેટલાક છોકરા ક્રિકેટ રમતા હતા. પોલીસે તેમને ત્યાંથી ખસી જવા કહ્યું હતું અને ત્યારબાદ જાફરના મકાનનો દરવાજો ખખડાવ્યો. જાફરે જાતે દરવાજો ખોલતા એટીએસએ તેને ઝડપી લીધો હતો.


દિલ્હીથી વધુ ત્રણ આતંકવાદી ઝડપાયા
પોલીસે ચાર શંકાસ્પદને ઝડપી લીધા હતા. તેમાં આઈએસથી પ્રભાવિત ત્રણ શંકાસ્પદની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, ઝડપાયેલા શકમંદોમાં મોઈદ્દીન ખાજા (52), અબ્દુલ સમદ (28) અને સૈયદ અલી નવાજ (32)નો સમાવેશ થાય છે. ત્રણેય આગામી ગણતંત્ર દિને એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા.

સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસ
તમિલનાડુનું ફંડામેન્ટલિસ્ટ ગ્રુપ ISISની કટ્ટર માનસિકતા ધરાવતું હતું. ગ્રુપ પૈકીના 6 આતંકીઓએ દેશના અલગ અલગ ભાગમાં હિજરત કરી હતી. જેમાંથી ઝફર ઉર્ફે ઉમર વડોદરાના ગોરવા પાસેથી ઝડપાયો છે. હાલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ ચાલી રહી છે અને લોજીસ્ટિક સપોર્ટ અંગે પણ તપાસ ચાલુ છે.

દિલ્હીમાં ઝડપાયેલા ત્રણ આતંકી અને ઝફર 6 આતંકીઓના ગ્રુપના સભ્યો

વર્ષ 2014માં હિન્દુવાદી નેતા સુરેશ કુમારની હત્યા બાદ ગ્રુપના 6 સભ્યો ફરાર હતા. દિલ્હીમાં ઝડપાયેલા 3 આતંકીઓ પૈકી 2 આતંકીઓએ સુરેશ કુમારની હત્યા કરી હતી. જ્યારે આતંકી ઝફર 2014 બાદ નેપાળ ગયો હતો. 6 આતંકીઓને વિદેશી હેન્ડલર દ્વારા ઈનપુટ મળતા હતા. ઈનપુટ માટે એક એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post