• Home
  • News
  • મુકેશ અંબાણીના બંગલા પર તૈનાત ગુજરાતી CRPF કમાન્ડોની રાઇફલમાંથી ભૂલથી ગોળી છૂટી, સારવાર દરમિયાન મૃત્યુ
post

2014માં CRPFમાં ભરતી થયેલા દેવન રામભાઇ બકોતરા ગુજરાતના રહેવાસી હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 09:49:46

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે તૈનાત સેન્ટ્ર રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કમાન્ડોનું સર્વિસ વેપનમાંથી ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પોલીસ પ્રમાણે બુધવારે સાંજે અંબાણીના નિવાસ સ્થાન એન્ટિલિયા બહાર CRPFના કોન્સ્ટેબલ દેવન રામભાઇ બકોતરા(31)ની ઓટોમેટિક રાઇફલમાંથી ભૂલથી ગોળીઓ ચાલી ગઇ હતી. છાતીમાં બે ગોળી લાગ્યા બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

CRPFના એક અધિકારીએ કહ્યું- તપાસમાં ખબર પડી કે દેવન અથડાઇને પડી ગયો હતો જેનાથી તેની ઓટોમેટિક રાઇફલમાંથી ગોળીઓ છૂટી ગઇ હતી. બે ગોળી તેની છાતીમાં વાગી. તેના સાથી સુરક્ષાકર્મીએ તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો જ્યાં બુધવારે મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ગુરૂવારે ઓટોપ્સી બાદ દેવનનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. દેવન ગુજરાતના જૂનાગઢના રહેવાસી હતા અને 2014માં CRPFમાં સામેલ થયા હતા.

પોલીસે દુર્ઘટનાથી મૃત્યુનો કેસ દાખલ કર્યો
મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશ્નર રાજીવ જૈને કહ્યું- મૃતક CRPF કોન્સ્ટેબલ દેવનનો મૃતદેહ અંબાણીના દક્ષિણ મુંબઈમાં પેડર રોડ સ્થિત નિવાસ એન્ટિલિયાની બહાર CRPF પોસ્ટ પર મળ્યો હતો. દુર્ઘટનાથી ફાયરિંગનો મામલો છે. તેને જોઇને આત્મહત્યા કહી શકાય. ગામદેવી પોલીસ સ્ટેશનમાં દુર્ઘટનાથી મૃત્યુનો મામલો નોંધવામાં આવ્યો છે અને ઘટનાના કારણોની વિસ્તૃત તપાસ ચાલુ છે.

મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સુરક્ષા
મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સ્તરની સર્વોચ્ચ વીઆઇપી સુરક્ષા આપવામાં આવી છે. તેમની સુરક્ષા માટે CRPF ડિપ્લોય છે. તેમના પત્ની નીતા અંબાણીની સુરક્ષામાં પણ CRPF તૈનાત છે. જોકે તેમને વાય કેટેગરીની સુરક્ષા મળેલી છે.

adv

Related News

post
post
post
post
post
post
post