• Home
  • News
  • અમેરિકા-ચીનના ટ્રેડવૉરનો ફાયદો ગુજરાતને મળ્યો, હોંગકોગ-ચીનમાં બનતો મિસ વર્લ્ડ અમેરિકા અને મિસ ટીન અમેરિકાનો ક્રાઉન સુરતમાં બન્યો
post

650 કેરેટ હીરા, 650 ગ્રામ ગોલ્ડ અને 150 પીસ એમરેલ્ડથી કરોડોની કિંમતનો તાજ બનાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-22 10:37:12

દર વર્ષે ચાઈના અને હોંગકોંગમાં તૈયાર થતો મિસ વર્લ્ડ અમેરિકાનો ક્રાઉન પ્રથમ વખત આ વર્ષે સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીને બનાવવા માટેનું કામ મળ્યું છે. 25 દિવસ સુધી કંપનીના 10 કર્મચારીઓએ રોજની 8-8 કલાક કરેલી મહેનતને અંતે 650 કેરેટ હીરા, 650 ગ્રામ ગોલ્ડ અને 150 પીસ એમરેલ્ડથી કરોડોની કિંમતનો આ તાજ બનાવ્યો છે.

તાજને એક્સપોર્ટ કરી દેવામાં આવ્યો
આ વખતે થોડા દિવસમાં યોજાનારી મિસ વર્લ્ડ અમેરિકા પ્રતિયોગિતા માટે સુરતની જેમ એન્ડ જ્વેલરી કંપની ગુરુકૃપા એક્સપોર્ટને 650 ગ્રામ ગોલ્ડ, 650 કેરેટના 318 હીરા અને 150 પીસ એમરેલ્ડનો ઉપયોગ કરીને કરોડોની કિંમતનો તાજ તૈયાર કરીને અમેરિકા મોકલી આપ્યો છે. વધુમાં, મિસ વર્લ્ડ અમેરિકાની જેમ જ ત્યાં યોજાતી મિસ ટીન અમેરિકા માટેનો તાજ પણ સુરતની આ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેને ચાલુ સપ્તાહ દરમિયાન એક્સપોર્ટ કરી દેવામાં આવ્યો છે. આ બંન્ને તાજનું મૂલ્ય કરોડોમાં છે.

25 દિવસમાં 10 કર્મચારીઓએ 650 કેરેટના 318 હીરા, 650 ગ્રામ ગોલ્ડ અને 150 પીસ એમરેલ્ડથી તાજ બનાવ્યો
સૌ પ્રથમ આ ક્રાઉનની પેપર પર ડિઝાઈન તૈયાર કરાવીને તેનું એક મોડલ બનાવાયું હતું. ત્યારપછી તેના આધારે વેક્સનું મોડલ તૈયાર કર્યા બાદ તેના પર જ ચાંદીથી આખો ક્રાઉન તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ ડાયમંડ અને એમરાલ્ડ સેટિંગ્સ કરવામાં આવ્યા, અંતે પોલિશિંગ કરવામાં આવ્યું છે. આ તાજને બનાવવામાં જ 25 દિવસ અને 10 કર્મચારીઓની ટીમ જોતરાય છે. આ ક્રાઉનની ચમક લાંબો સમય રહે તે માટે રેર ઓફ ધ રેર જ્વેલરી પર થતું ધાગા પોલિશિંગ પણ કરવામાં આવ્યું છે.

7 વન્ડર્સના પેન્ડટથી પ્રભાવિત થતાં કામ મળ્યું
તાજ તૈયાર કરવાનું કામ સુરતને કઈ રીતે મળ્યું તે અંગે યુવા ઉદ્યમી ગૌરાંગ રામાણી જણાવે છે કે, કંપનીનું આર એન્ડ ડી વિભાગ હું જ સંભાળું છે. અમારી કંપનીએ ડાયમંડ-ગોલ્ડના 7 વન્ડર્સ (7 અજાયબીઓ)ના હેવી પેન્ડેટ તૈયાર કર્યા હતા. જેને હું એ તાજ તૈયાર કરવા આપનારને બેવર્લી હિલ્સ ખાતે થયેલી અમારી એક મુલાકાતમાં બતાવ્યા હતા. હેન્ડમેઈડ 7 વન્ડર્સની મેકિંગ અને ડિઝાઈનથી તેઓ પ્રભાવિત થયા અને અમને એટલે કે સુરતને મિસ વર્લ્ડ અમેરિકા અને મિસ ટીન અમેરિકા માટેનો તાજ બનાવવા માટે આપ્યો હતો. જે એક સુરતી તરીકે અમારા માટે ગૌરવપૂર્ણ વાત છે. તેની કિંમતની વાત કરાય તો તે કરોડોમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post