• Home
  • News
  • વિકાસના બણગા ફૂંકતા ગુજરાતના માથા પર છે અધધધ કરોડો રૂપિયાનું દેવુ
post

ગુજરાત સરકારે સરદાર સરોવર નર્મદા યોજના અન્વયે કરોડો રૂપિયા પડોશી રાજ્યો પાસેથી લેવાના બાકી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-04 11:02:39

ગુજરાત ભલે વિકાસ મામલે ગતિ કરી રહ્યું હોય, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાત પણ દેવાદાર છે. ગુજરાત (gujarat) ના માથે કરોડોનું દેવુ છે. વર્ષ 2019- 20 સુધી ગુજરાત પર રૂ. 2,67,650 કરોડનું દેવું થઈ ગયું છે. વિવિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે લેખિતમાં કબૂલાત કરી હતી. તો સાથે એ માહિતી પણ અપાઈ કે, લોન પર સૌથી વધુ વ્યાજ કેન્દ્રીય દેવા પાછળ ચૂકવાય છે. તો 31 માર્ચ 2021 ના ફાઈનાન્શિયલ વર્ષ પછી ગુજરાતનું દેવુ વધીને 3,00,959 કરોડ પર પહોંચી જશે. તો બે વર્ષ બાદ 2023-24 સુધીમાં આ રકમ 4,10,989 કરોડ પર પહોંચી જવાની શક્યતા છે. બે વર્ષમાં ગુજરાતના માથા પરના દેવા (loan) ની રકમ વધી ગઈ છે. 

કઈ લોન પાછળ કેટલું વ્યાજ ચૂકવાય 
નાણાંકીય સંસ્થાઓની લોન માટે 3.15થી 8.75 ટકા વ્યાજ ચૂકવાય છે. બજાર લોન માટે 6.68થી 9.75 ટકા વ્યાજ ચૂકવાય છે. કેન્દ્રીય દેવા માટે 0થી 13 ટકા વ્યાજ ચૂકવાય છે. તો NSSF લોન માટે 9.50થી 10.50 ટકા વ્યાજ ચૂકવાય છે.

શા માટે દેવુ વધ્યું
ગુજરાતના માથા પર આટલુ દેવુ કેવી રીતે વધ્યુ તે વિશે જાણીએ તો, મોટાભાગનું દેવુ એક જ વર્ષમાં થયું છે. 2020-21ના વર્ષમાં કેન્દ્ર પાસેથી લીધેલી લોન, બજાર લોન, પાવર બોન્ડ રૂપે તેમજ નાણાંકીય સંસ્થાઓ તથા બેંકો પાસેથઈ લીધેલી લોન અંતર્ગત આ રૂપિયા વધ્યા છે. 

ગુજરાતે આટલા રૂપિયા પાડોશી રાજ્યો પાસેથી લેવાના બાકી 
ગાંધીનગર ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાતે અન્ય રાજ્યો પાસેથી કેટલા રૂપિયા લેવાના બાકી છે તે માહિતી પણ મળી હતી. ગુજરાત સરકારે સરદાર સરોવર નર્મદા યોજના અન્વયે કરોડો રૂપિયા પડોશી રાજ્યો પાસેથી લેવાના બાકી છે. જે મુજબ, 31 ડિસેમ્બર, 2020 ની સ્થિતિએ મધ્યપ્રદેશ પાસેથી 4764.35 કરોડ રૂપિયા લેવાના બાકી છે. મહારાષ્ટ્ર પાસેથી 1627.66 કરોડ અને રાજસ્થાન પાસેથી 542.18 કરોડ રૂપિયા લેવાના બાકી છે. આમ, કુલ 6934.19 કરોડ રૂપિયા ગુજરાતે ત્રણ પાડોશી રાજ્યો પાસેથી લેવાના બાકી છે. 

તો બીજી તરફ, જીએસટીના વળતર પેટે ગુજરાતે કેન્દ્ર સરકાર પાસે 21787.55 કરોડ રૂપિયાનું વળતર લેવાનું નીકળે છે. 31 જાન્યુઆરી 2021 ની સ્થિતિએ 21787.55 કરોડ રૂપિયાનું વળતર લેવાનું નીકળે છે. કેન્દ્ર સરકારે જીએસટી વળતર રૂપે 5 ઓક્ટોબર 2020 થી 22 ડિસેમ્બર 2020 સુધીમાં અનુક્રમે 1468.93 અને 1468.93 કરોડ મળી કુલ 2937.86 કરોડ વળતર ચૂકવાયુ છે. રાજ્યને જીએસટી વળતરના બદલે 7225.36 કરોડની લોન મળી છે. હજી 11624.33 કરોડનું વળતર રાજ્ય સરકારે લેવાનું નીકળે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post