• Home
  • News
  • ગુજરાત, મ. પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી, મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ
post

આજ માટે મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ માટે યલો એલર્ટ જાહેર કરાયું

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-20 11:02:59

નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમી ચોમાસુ ઝડપથી દેશના બાકીના ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ  (IMD)ના અહેવાલ પ્રમાણે આજકાલમાં ચોમાસુ બિહાર, ઝારખંડ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના બાકીના ક્ષેત્રોને તરબતર કરી શકે છે. 

આજે આ ક્ષેત્રોમાં વરસશે ભારે વરસાદ

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ચોમાસુ હવે પૂર્વીય ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીને કેટલાક વિસ્તારો, છત્તીસગઢ અને ઓરિસ્સાના કેટલાક વિસ્તારો, પશ્ચિમ બંગાળના ગાંગેય ક્ષેત્ર, ઝારખંડ તથા બિહારના અમુક વિસ્તારોમાં આગળ વધે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આજ રોજ (સોમવારે) હરિયાણા, ચંદીગઢ તથા પશ્ચિમી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે પશ્ચિમ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તથા મહારાષ્ટ્રના વિદર્ભમાં અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 

મુંબઈમાં યલો એલર્ટ

મુંબઈ સ્થિત ક્ષેત્રીય હવામાન વિભાગે આજે ભારે વરસાદની ચેતવણી આપી છે. વિભાગે મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં આજ માટે યલો એલર્ટ આપ્યું છે. મતલબ કે, આ વિસ્તારોમાં આજે ભારે વરસાદ થઈ શકે છે. 

આ વિસ્તારોમાં વરસાદની સંભાવના

- હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 48 કલાકમાં બંગાળની ખાડી, પૂર્વોત્તર ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ તથા સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. 

- આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે. 

- મેઘાલયના અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ સંભાવના છે. 

- પશ્ચિમી હિમાલયી ક્ષેત્રમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે.

- આગામી 3 દિવસોમાં ઉત્તર પશ્ચિમના મેદાની વિસ્તારો જેમ કે, પંજાબ, હરિયાણા, ચંદીગઢ તથા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post