• Home
  • News
  • 1 મહિનામાં જ 25 ટન દવાનો જથ્થો બનાવશે ગુજરાતી કંપની
post

વાઈરસને નિષ્ક્રિય કરવા ત્રણ ફાર્મા કંપની સક્રિય, હાઈડ્રોક્સિ ક્લોરોક્વિનની 12 કરોડ ટેબલેટ બની જશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 10:43:04

ગાંધીનગર: કોરોના વાઇરસ સામે લડી શકે તેવી દવા બનાવવાની શોધ હાલ ચાલી રહી છે પરંતુ હાલ આ વાઇરસને નિષ્ક્રીય બનાવવા માટે મેલેરિયાના રોગમાં વપરાતી હાઇડ્રોક્સી ક્લોરોક્વિન નામની દવા સારા પરિણામ આપી રહી છે. ગુજરાતમાં આવેલી ત્રણ ફાર્મા કંપનીઓ થોડા સમયમાં જ બાર કરોડ ટેબ્લેટ બનાવી દે તેવી ક્ષમતા વિકસાવાઇ રહી છે.ગુજરાતના ઓફ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંત કોશિયા જણાવે છે કે ગુજરાતમાં હાલ ત્રણ કંપનીઓ આ ડ્રગના મુખ્ય રો મટિરીયલ્સનું પણ ઉતપાદન કરી રહી છે અને તેમાંથી ટીકડીઓ બનાવી શકાય છે. હાલ આ તમામ કંપની પાસે બાર કરોડ ટેબ્લેટ બનાવી શકાય તેટલી દવાનો જથ્થો ઉપલબ્ધ છે અને તેમણે ઘણી બધી ટેબ્લેટ બનાવી પણ દીધી છે.કેડિલા હેલ્થકેર લિમિટેડ, અમદાવાદ ઉપરાંત વલસાડની મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક્સ લિમિટેડ અને વડોદરાની વાઇટલ લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ આ દવાનું ઉત્પાદન કરે છે. આ તમામ કંપનીઓ પાસે હાલ ૧૯ લાખ ટેબ્લેટનો જથ્થો તૈયાર છે અને તે તમામ સરકાર ખરીદી રહી છે.


માત્ર પ્રિસ્ક્રિપ્શનને આધારે જ આ દવા હાલ મળી શકે છે
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરીને ક્લોરોક્વિનનો જથ્થો અમેરિકા મોકલવાની વાત કરી છે, જો કે ભારત સરકારે હાલ આ દવાની નિકાસ પર સખત પ્રતિબંધ મુક્યો છે તથા ખુલ્લા બજારોમાં તેના વેચાણ પર રોક છે. માત્ર પ્રિસ્ક્રિપ્શનને આધારે જ આ દવા હાલ મળી શકે છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ કહે છે કે હાલ ગુજરાતમાં જેટલાં પણ કોરોના પોઝિટીવ દર્દીઓ છે તેમને હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન દવા અપાઇ રહી છે અને ઘણાં દર્દીઓ સાજા પણ થઇ રહ્યાં છે.
કોની પાસે કેટલી દવા બનાવી શકાય

·         મંગલમ ડ્રગ્સ: 14થી 15 દિવસની પ્રોડક્શન સાયકલ છે અને 20થી 25 દિવસમાં 1.5 ટન હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન બને તેટલું રો મટિરિયલ તૈયાર છે. આઠ એપ્રિલ સુધીમાં 200 કિગ્રા દવાની પહેલી બેચ તૈયાર થશે.

·         કેડિલા હેલ્થકેર: 15 એપ્રિલ સુધીમાં પહેલી બેચ તૈયાર હશે અને એપ્રિલ મહિનાના અંત સુધીમાં પંદર ટન દવાનો જથ્થો બની જશે. 

·         વાઇટલ લેબોરેટરી: 17.50 લાખ ટેબલેટ બને તેટલો 350 કિલોગ્રામ રો મટિરીયલ છે. 8થી 9 ટન જેટલી ક્લોરોક્વિન બે મહિનામાં મળી જશે.

adv

Related News

post
post
post
post
post
post
post